ગરવીતાકાત,પાટણ(તારીખ:૧૦)

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે શનિવાર-રવિવાર દરમ્યાન બી.આર.સી સરસ્વતી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર શનિવારે અને રવિવારે પાયોનિયર સ્કુલ ગ્રાઉન્ડમાં મેચ રમાડવામાં આવશે તેમ બીઆરસી કો ઓર્ડીનેટર શ્રી રતાજી ઠાકોરે જણાવ્યું હતું. ક્રિકેટ મેચના શુભારંભ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્યશ્રી ડો.બી.પી. ચૌધરી, પાયોનિયર સ્કુલ ના ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રી નરસિંહભાએ, અરવિંદભાઈ તમામ સી.આર.સી, પે.સેન્ટર ના આચાર્યશ્રીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.પ્રથમ મેચ કાંસા કીંગ ઇલેવન અને અને વાગડોદ વોયેજર્સ વચ્ચે રમાઈ હતી. વાગડોદ ટીમનો વિજય થયો હતો અને મેન ઓફ ધ મેચ મનેશ પટેલ થયા હતા. શિક્ષણની સાથે સાથે ગુરુજનો શારીરિક ક્ષમતા કેળવે તે આ ક્રિકેટ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ  છે તેમ આયોજક શ્રી રાતાજી ઠાકોરે જણાવ્યુ હતુ. મેચ દરમ્યાન કોમેંટ્રી અઘાર સી.આર.સી.શ્રી નિલેશ શ્રીમાળીએ આપી હતી. બીઆરસી કો.ઓર્ડીનેટર શ્રી રતાજી ઠાકોરે તમામ શિક્ષકો નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સૌ શિક્ષક મિત્રોના સાથ સહકારથી જ આ કાર્યક્રમ સફળ રહ્યો છે. નિલેશ શ્રીમાળીએ જણાવ્યુ કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્યશ્રી ડો. બી.પી. ચૌધરી સર પન અમારી સાથે કાંસા ઈલેવન વતી મેચ રમ્યા હતા, જે અન્ય શિક્ષકો માટે ખુબજ પ્રેરણારુપ બાબત હતી તથા આજના જમાનામાં યુવાનો મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે આવી રમતોથી શારીરિક તંદુરસ્તી વધે છે અને જેના કારણે કાર્યકુશળતામાં પણ વધારો થાય છે.