ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કોર્ટમાં સર્ચ વોરંટ ના કામે ભોગ બનનાર યુવતીને લાવવામાં આવી હતી ત્યારે ભોગ બનનાર યુવતીના સગા વ્હાલા તેમજ અન્ય આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે શિહોરી કોર્ટે ની બહાર રેકી કરી ને અપહરણ કરવાનું કાવતરું ઘડી ને ભોગબનનાર યુવતી નું કોર્ટે પરિસર માં પ્રવેશ કરી ને ઈકો કાર માં જબરદસ્તી કરી ઉપાડી લીધી હતી અને યુવતીના વાળ પકડી લીધા હતા અને ગાડીમાં નાંખી ને ફરાર થઈ જતાં સમગ્ર ઘટના અંગે લોકોનાં ટોળાં એકઠા થયા હતા
જોકે ભોગ બનનાર યુવતીના વકીલ એ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૩૭૬/૦૨૨આઇ પી સી કલમ ૨૯૪(ખ)૫૦૬’૨.૩૨૩.૩૬૫.૧૨૦(બી) ૧૧૪મુજબ કુલ મળીને આઠ જેટલા લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં (૧) અશોકજી ભિખજી (૨) વિપુલજી ભીખજી (૩) વેલાજી તાખાજી ત્રણેય રહે.ધુ. માનપુરા તાલુકો દિયોદર (૪) રમેશજી ઠાકોર રહે. હરકુડીયા તાલુકો. ભાભર (૫) બળવંતજી ઉર્ફે બલો માફાજી ઠાકોર રહે. કોતરવાડા તાલુકો. દિયોદર (૬) શોભાજી ભફાજી ઠાકોર (૭) ઉમાજી શોભાજી ઠાકોર બંને રહે. માનપુર(ધું) તાલુકો દિયોદર (૮) શંકરજી કમાજી ઠાકોર રહે. તેરવાડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળાઓ એ ગેર કાયદેસર રીતે મંડળી રચી કાવતરું ઘડી ને ફરિયાદી ને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઈકો કાર માં જબરદસ્તી કરી અપહરણ કરી ને બીજી એક આઇ20 ગાડીમાં બેસીને મદદગારી કરનાર સામે કુલ મળીને આઠ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે
જેમાં શિહોરી પીએસઆઈ શ્રી એ કે દેસાઈ સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી ને વધુ તપાસ કરી આરોપીઓ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ખરેખર સવાલ એ થાય છે કે આ લોકોએ અગાઉ પણ ભાભર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર યુવતીને માર મારવામાં આવ્યો હોવાનું મનાય છે ત્યારે શું આ લોકોને કાયદાનો ડર નથી લાગતો? શું જે લોકો પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર યુવતીને માર મારવામાં આવે એ જ લોકો કોર્ટે પરિસર માં પ્રવેશ કરી ને યુવતી નું ઈકો કાર માં જબરદસ્તી કરી અપહરણ કરી શકે તો શું એ લોકો યુવતી નો જીવ પણ લઇ શકે ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે તો પોલીસ દ્વારા કયારે આરોપીઓ ઝડપી પાડવા માં આવશે અને કોર્ટે પરિસર માં પ્રવેશ કરી અપહરણ કરનાર સામે શિહોરી કોર્ટે દ્વારા કેવાં પગલાં લેવામાં આવશે એ જોવું રહ્યું . જોકે આ ઘટના અંગે સમગ્ર જિલ્લા માં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો
તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ