અરવલ્લી જિલ્લો બાળ લગ્નમુક્ત બને તે ઝુંબેશ અંતર્ગત બાળ સુરક્ષા એકમ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા મળેલ બાળ લગ્નની ફરીયાદો સંદર્ભે અરવલ્લી જિલ્લાના કુલ ૨૩ ગામોની મુલાકાત કરી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ની સમજાવટ કરી બાળ લગ્નો રોકવાની કામગીરી કરવામાં આવી.અરવલ્લી જિલ્લામાં બાળ લગ્ન વિશે જાગૃતિ લાવવા માટે અધિકારીશ્રીઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતામળતી માહિતી અનુસાર 23 ગામો ની ફરિયાદો મળી આવી હતી તે ફરિયાદો ઉપર ધ્યાન આપી અને તેમને 23 ગામોના લોકોને જાગૃતિ લાવવા માટે સમજાવ્યા હતા એક પછી એક અલગ અલગ ગામ ની મુલાકાત લીધી અને તેમના ગામોમાં ફરિયાદ સંદર્ભી વ્યક્તિઓ બાળ લગ્ન થી થતાં  ગેરફાયદા ઓ વિશે માહિતી આપી હતી અને જાહેર જનતા ને પણ બાળ લગ્ન થતા બાળકોના વિકાસ રૂંધાય છે અને શારીરિક નબળાઈઓ પણ આવે છે આના વિશે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીઓ દ્વારા માહિતી આપી હતી અને કાયદાકીય સમજણ પણ આપવામાં આવી હતી
Contribute Your Support by Sharing this News: