ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના થરા માં આવેલ વાળીનાથ મંદિર પાસે પંડિત દીનદયાળ હોલ માં કારોબારી ની બેઠક મળી જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી અને રાષ્ટ્રગાંન કર્યા બાદ કારોબારી બેઠક ની સરુઆત કરી હતી ઉપસ્થિત મહેમાનો નું ખેસ પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું હતું આ બેઠક માં ઉપસ્થિત મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા ભારતીય જનતા પાર્ટી નાં
કાર્યો વિશે માહિતી આપી અને વિકાસ લક્ષી પાર્ટી છે આ પાર્ટી લોકો નાં હિત નાં કાર્યો કરી રહી છે

તેમજ ડાયાભાઇ પિલિયત દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી નાં કાર્યો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ અને વધુમાં જણાવ્યું હતું કે આ પાર્ટી વિકાસ લક્ષી કામો કરી રહીં છે અને લોકો ની સેવા કરી રહી છે આમ વધુ માં જણાયું હતું કે આવતી વિધાન સભા ની ચુંટણી માં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી નો વિજય થાય આમ ત્યારે બાદ કનુભાઇ વ્યાસ દ્વારા પણ કારોબારી સમિતી વિશે દરેક હોદેદારો ને પોતાના હોદ્દા વિશે માહિતી લીધી હતી અને વિધાન સભા ની તૈયારી ઓ વિશે માહિતી આપી હતી આમ બેઠક માં ઉપસ્થિત મહેમાનો શ્રી
બનાસકાંઠા જિલ્લાના પ્રભારી.સુરેશ શાહ શિક્ષણ મંત્રી.કીર્તિસિંહ વાઘેલા જીલ્લા ભાજપ મહામંત્રી.ગુમાનસિંહ વાઘેલા. થરા નગરપાલિકા ના પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા વાઘેલા શાંતુજી ઠાકોર અચરતલાલ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર ભુપતસિંહ પરમાર સહિત અન્ય આગેવાનો પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણી બાબતે જાણકારી આપવામા આવી હતી જેમાં કાંકરેજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કોઇ પણ ને જાહેર કરવામાં આવે એ કમળ ના નિશાન પર બટન દબાવી ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને મત આપવા વિનંતી કરી હતી
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ