વિસનગર તાલુકાના પાલડી ગામે ઘર આગળ પાર્ક કરેલું બુલેટ બાઇક ચોરાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : વિસનગરમાં ચોરીના બનાવો અવારનવાર બનતા રહે છે ત્યારે વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો. જેમાં વિસનગર તાલુકાના પાલડી ગામેથી ઘર આગળ પાર્ક કરેલ બુલેટ બાઇકને કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઈ જતાં વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.

વિસનગર તાલુકાના પાલડી ગામના હર્ષ કુમાર રાજેશભાઈ ચૌધરી જેઓ રોડના કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરી ગુજરાન ચલાવે હર્ષકુમાર ચૌધરી હાલ ગાંધીનગર ખાતે મહિનાથી રહે છે. જેમની પાસે એક બુલેટ બાઇક નંબર (જી.જે.02.સી.એમ 1843) છે. જે પાલડી ગામે એમના ઘર આગળ પાર્ક કરેલું હતું. હર્ષના પિતા રાજેશ ભાઈ અમદાવાદ કામ અર્થે ગયા હતા. પોતાનું કામ પતાવીને તે ગાંધીનગર ખાતે રોકાયા હતા.

રાજેશભાઈ ગાંધીનગર થી પાલડી ગામે પરત આવતા બુલેટ બાઇક જોવા મળ્યું ન હતું. જેની જાણ રાજેશભાઈએ તેમના પુત્રને કરતાં હર્ષ કુમારે ઇ. એફ.આર.આઇ કરી હતી. જેમાં બુલેટ બાઇક કિંમત રૂ. 70 હજારનું ચોરી થયું હોવાનું જણાવ્યું. આમ કોઈ અજાણ્યા  ઈસમો બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા. આમ બાઇક ચોરી થતાં હર્ષ કુમારની ઈ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.