ગરવીતાકાત,જુનાગઢ: કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર  ધ્યાન નહીં આપ્યું હોય કે તમારા લોહીના થોડા ટીપા પણ કોઈને જીવન બક્ષી શકે છે દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઈને કોઈ જિંદગી મોતની સામે ઝઝુમતી રહે છે આવામાં તમારું લોહી કોઈને જીવતદાન આપી શકે છે આવુજ અનેરું કાર્ય જુનાગઢ માં સ્વ. મનીષભાઈ રૂપારેલીયા  ની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે “રક્તદાન કેમ્પ” યોજી આ સ્તકાર્ય  કરવામાં આવ્યું.

જૂનાગઢમાં રૂપારેલીયા પરિવાર દ્વારા સ્વ મનીષભાઈ રૂપારેલીયા ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે તા.27.7.2019 ને શનિવાર ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ ભગવતી ઓટો લિંક પ્રાઇવેટ લિમિટેડ જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ ની શરૂઆત ભારતીય પરંપરા મુજબ સંતો,મહંતો,તેમજ અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ , રૂપારેલીયા પરિવાર દ્વારા આયોજિત યોજવામાં આવેલા આ ” રક્તદાન કેમ્પ ” માં જુનાગઢ કલેકટર સાહેબ શ્રી સૌરવ પારઘી સાહેબ,જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તૃષાર સુમરા સાહેબ,આઈ.જી.સાહેબ સુભાષ ત્રિવેદી સાહેબ ધારાસભ્ય ભીખાભાઈ જોશી મેડિકલ કોલેજના ડીન ડો. રાઠોડ સાહેબ સહિતના અગ્રણીઓ આ કેમ્પ માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ખૂબ જ સેવાભાવી સ્વજન સ્વ. મનીષભાઈ રૂપારેલીયા ની ચોથી પુણ્યતિથિ નિમિતે ભગવતી ઓટો લિંક પ્રાઇવેટ લિમિટેડ જુનાગઢ ના ખૂબ જ સેવાભાવી એવા શાન્તુભાઈ ના સુંદર આયોજન અને માર્ગદર્શન મુજબ જૂનાગઢ ખાતે  આજે એક  રક્તદાન કેમ્પ ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો,મહંતો તેમજ અગ્રણીઓ  આ રક્તદાન કૅમ્પમાં  ખાસ ઉપસ્થિ રહ્યા હતા.

સર્વેદય બ્લડબેન્ક,સિવિલ હોસ્પિટલ જુનાગઢ, ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક રાજકોટ,રેડ ક્રોસ બ્લડ બેન્ક,સૌરાષ્ટ્ર વોલયેન્ટરી બ્લડ બેંક ના સહયોગથી યોજાયેલ આ ” રક્તદાન કેમ્પ ” માં રૂપારેલીયા પરિવાર ના સભ્યો સોનલબેન, એકતાબેન,હિતેશભાઈ તન્ના, ચંદ્રેશભાઇ કોટેચા સહિતના પરિવાર ના સભ્યો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમજ આ સાથેજ આ ” રક્તદાન કેમ્પ ” મા 617 બોટલ રક્ત લોકો દ્વારા રક્તદાન રૂપી અવમૂલ્ય મહાદાન કરવામાં આવ્યું હતું   અને આ રક્તદાન કેમ્પ માં સવારથી જ રક્ત દાતાઓ  ઉમટી પડ્યા હતા અને મોડી સાંજ સુધી રક્તદાતાઓ રક્તદાન માટે આવી રહ્યા હતા.

લોકોની સેવા માટે સતત અને સતત નિસ્વાર્થ ભાવથી દોડતા રહેતા અને નિસ્વાર્થ સેવા ઓ આપતા આ સેવાભાવી વ્યક્તિ કે જેમના દ્વારા અનેક સત્કાર્યો થઈ રહ્યા છે તેમજ જેનું નામ દૂર દૂર સુધી સાંભળવા માં આવે છે અને લોકો દ્વારા હર હમેશ કોઈ પણ સેવા કાર્ય માં સહુ પ્રથમ જ જેમનું નામ લેવામાં આવતું હોય છે એવા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મશરૂ કે જેઓ પોતે પણ રકદાનની વિવિધ પ્રવૃત્તિ ઓ સાથે સંકળાયેલા શ્રી મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા આ “રક્તદાન કેમ્પ” નું સંચાલન કરવામાં આવ્યુ હતુ.

સાથે સાથે આ પરિવાર દ્વારા રક્તદાતાઓને ઝીરો બેલેન્સ થી રાજકોટ નાગરિક બેંકમાં એકાઉન્ટ ખોલાવી આપવામાં આવ્યા છે અને આ એકાઉન્ટ ખોલાવી તે રક્તદાતાઓ ને રૂપિયા બે લાખનો અકસ્માત વીમો પણ આપવામાં આવ્યો છે તેમજ આ સેવાભાવી પરિવાર દ્વારા અહીંયા રક્તદાન કરવામાં આવેલ તે દરેક રક્તદાતાઓને રુપારેલીયા પરિવાર દ્વારા એક કાંડા ઘડિયાળ સ્મૃતિરૂપે આપવામાં આવી હતી.

એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે પાંચ કરોડ બોટલ લોહી ની જરૂરિયાત ઉભી થાય છે જે દિવસે ને દિવસે વધી રહી છે પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રકતદાતાઓ દ્વારા મળી રહે છે આ પરથી કહી શકાય કે આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત રહેલી છે અને રક્તદાનની જાગૃતિ ફેલાવવાની તાતી જરૂરિયાત છે લોહી નો બીજો કોઈ વિકલ્પ ના હોવાથી આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે દર વર્ષે દેશમાં અંદાજે ૧૦ લાખ લોકો કેન્સર જેવી ગંભીર બીમારી ના ભોગ બને છે જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થતો જાય છે.

સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ જન્મદિવસ પુણ્યતિથિ અથવા પ્રસંગોની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યું છે જે પણ ખૂબ જ આવકાર્ય છે અને આવી રીતે સૌના સહિયારા પ્રયાસો દ્વારા રક્તદાન કરી કોઈની મહામૂલી જિંદગી બચાવવા ના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે.

રૂપરેલીયા પરિવાર દ્વારા યોજવામાં આવેલા આ “રક્તદાન કેમ્પ” માં  ધીરુભાઈ ગોહેલ પ્રદીપભાઈ ખીમાણી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ સ્વામી મંદિર ના સંતો અગ્રણીઓ,કાર્યકરો સહિત ખુબજ બહોળી સંખ્યામાં લોકો આ “રક્તદાન કેમ્પ” માં ઉપસ્થિત રહેલ.

Contribute Your Support by Sharing this News: