વેસુના ડ્રીમ હેરીટેજ ખાતે યોજાયેલ શિબિરમાં બીએનઆઈ સાથે જોડાયેલા  ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ગરવીતાકાત,સુરત: ઉદ્યોગ સાહસિકોનું સૌથી મોટું સંગઠન બીએનઆઈ, સુરતની સ્થાપનાના સફળ ત્રણ વર્ષ પૂર્ણ થયાના અવસરે બીએનઆઈ સુરત દ્વારા સામજીક સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે આજ રોજ બીએનઆઈ, સુરત અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે વેસુના ડ્રીમ હેરીટેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કુસુમ ફાઉન્ડેશનના સહયોગથી આયોજીત રક્તદાન શિબિરમાં બીએનઆઈ સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લઈ 144 યુનિટ કર્યું દાન કર્યું હતું.

બીએનઆઈ સુરતના કાર્યકારી ડાયરેક્ટ ડૉક્ટર.નિધિ સિંઘવી અને સીએ ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે આ પહેલા તાપી કિનારે 1300 વૃક્ષો વાવવામાં આવ્યા હતા જ્યારે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બીએનઆઈ, સુરત ઉદ્યોગ સાહસિકોનું સંગઠન હોવાની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી પણ નિભાવવામાં માટે છે અને તેથી જ સમયાંતરે  આ પ્રકારનું આયોજન કરતું રહે છે.

ઉલ્લેખનીય છે કે 29 જુલાઈ, 2016ના રોજ બીએનઆઈ સુરતની સ્થાપના કરવામાં આવી હતી જેને ત્રણ વર્ષની સુવર્ણ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 3 વર્ષના ટૂંકા ગાળામાં જ બીએનઆઈ સુરતે 1300થી વધું સભ્યો સાથે કુલ 19 ચેપ્ટર શરૂ કર્યા છે.