90 ફૂટના કૂવામાં પડેલ પક્ષી મોરને પાલનપુરના જીવદયાપ્રેમીઓએ બચાવ્યો જીવ  !

શેર કરવા અહીં ક્લિક કરો.
પાલનપુર તાલુકાના વેડંચા ગામે ૯૦ ફુટ ઉંડા કુવામાં પડી ગયેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું એક જીવદયા પ્રેમી યુવકે રેસ્ક્યુ કરી મોરનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વેડંચા ગામમાં આવેલા કૂવામાં એક મોર પડી જતા ગ્રામજનોએ તેને બચાવવા દોડધામ મચાવી હતી. આ ઘટના અંગે ગામના સ્થાનિક લોકોએ પાલનપુરના જીવદયા પ્રેમી દેવરામભાઈ તેમજ ઠાકોર દાસ ખત્રીને જાણ કરતા બંને લોકો મોરને બચાવવા ત્યાં દોડી આવ્યા હતા અને બંન્ને યુવકોએ મોરનું રેસ્ક્યુ કરી મોરનો જીવ બચાવ્યો હતો.

શરીરે દોરડા બાંધી ૯૦ ફૂટ ઊંડા કૂવામાં ઊતરી રેસ્ક્યુ કરી મોરને સુરક્ષિત બહાર કાઢતા હાશકારો

વેડંચા ગામે ૯૦ ફૂટ ઊંડા કુવામાં પડેલા મોરને બચાવવા પાલનપુર જીવદયા પ્રેમી દેવરામભાઈ તેમજ ઠાકુરદાસ ખત્રી ઘટના સ્થળે પોહોંચી કૂવામાં પડેલા મોરને બચાવવા મથામણ શરૂ કરી હતી. તેમજ જીવદયા પ્રેમી દેવરામભાઇ એ પોતાના શરીર પર રસો બાંધી જીવના જોખમે ૯૦ ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને અબોલ પક્ષી મોરનો જીવ બચાવ્યો હતો. કૂવામાં પડેલા મોરને બે કલાક સુધી ભારે જહેમત બાદ સુરક્ષિત પણે બહાર નીકળવામાં આવ્યો હતો. મોરને કુવામાંથી બહાર કાઢી સુરક્ષિત રીતે મુક્ત કરાતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો. જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે, બપોરના સમયે સાડા ચારના સમયે મારા પર એક કોલ આવ્યો વેડંચા ગામમાં ૯૦ ફૂટ ઊંડા કૂવામાં એક મોર ફસાઈ ગયો છે એ ગામના લોકે ઘણી મહેનત કરી નીકળવા માટે મારા મિત્ર તત્કાલીન કૂવામાં ઉતરીને મોરનો જીવ બચાવાયો અને મોરને સુરક્ષિત જગ્યાએ મુકાયો છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.