ભીલડીના માનપુરા ગામમાં ખેતરમાં રમતી 7 વર્ષની બાળકી પર 5 કૂતરાઓએ હુમલો કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત દિયોદર : દિયોદરના જાલોઢાના માનપુરા ગામમાં ખેતરમાં રમી રહેલી 7 વર્ષની બાળકી પર 5 કૂતરાઓએ હુમલો કરતાં લોહીલુહાણ કરી. જેથી બાળકીને લોહી લુહાણ હાલતમાં ડીસા હોસ્પિટલ ખાતે ખસેડાઇ. દિયોદર તાલુકાના જાલોઢા (માનપુરા) ગામમાં કિંજલબેન મુકેશભાઈ ઠાકોર (ઉં.વ.7) ની બાળકી પોતાના ખેતરમાં રમી રહી હતી.

આ દરમિયાન પાંચ કુતરાઓએ હુમલો કરી શરીરના ભાગે લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. જેઓને ભીલડી 108 ને કોલ આવતા ઈએમટી ભરત ચૌહાણ અને પાયલોટ સંજય સુદ્વાસના દ્વારા પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાઈ હતી.હાલમાં આ બાળકીની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.