મૃતક યુવક લેબર કોન્ટ્રાકટરનું કામ કરતો હતો.તેમજ આર્થિક સંકડામણ ને લઈ જીવન ટૂંકાવ્યું હોવાનો તેણે સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
મૂળ બેચરાજી ગામનો અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ મારુતિ નગરમાં રહેતા ભાર્ગવ રાવલે જીવન ટૂંકાવ્યું
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા મારુતિ નગર સોસાયટીમાં 23 વર્ષીય યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી .યુવકે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી.સમગ્ર કેસમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ બેચરાજી ગામનો અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ મારુતિ નગર સોસાયટીમાં આવેલા મકાનના ઉપરના રૂમમાં ભાડે રહેતો 23 વર્ષીય ભાર્ગવ રાવલ નામના યુવકે રૂમમાં જ પંખે ગળે ફાસો ખાઇ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.ઘટનાની જાણ મકાન મલિક ને થતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
મૃતક યુવક લેબર કોન્ટ્રાકટરનું કામ કરતો હતો.તેમજ આર્થિક સંકડામણ ને લઈ જીવન ટૂંકાવ્યું હોવાનો તેણે સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.હાલમાં પોલીસે લાશ ને પી.એમ માટે મહેસાણા સિવિલ ખસેડી પરિવાર જનોને સોંપવા તજવીજ આદરી વધુ તપાસ હાથ ધરી છે.