અમરેલી જિલ્લાના રાજુલામાં એક આશ્ચર્ય પામે તેવી ઘટના બની છે. જેમાં એક 22 વર્ષીય માતાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ ચારેય બાળકોના તંદુરસ્ત છે અને જન્મ બાદ માતાની પણ તબિયત સ્થિર હોવાનું જાણાઈ રહ્યું છે.
અમરેલીના રાજુલામાં રહેતા રેશ્માબેન સેલોતને પ્રસુતિ માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં મહિલાએ 2 પુત્રીઓ અને 2 પુત્રને જન્મ આપ્યો છે, પ્રસુતિ માટે આવેલી મહિલાની તબિયત થોડી ગંભીર જણાતા બાળકોને સિઝીરિયન કરીને જન્મ આપવામાં આવ્યો હતો. જાેકે હાલ મહિલા અને તેના ચારેય બાળકો તંદુરસ્ત છે તેમજ મહિલાની તબિયત પણ સ્થિત છે.
આ પણ વાંચો – પાટણના સાંતલપુરમાં મહિલાએ સત્યતાના પારખા લેવા બાળકીના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા !
મહત્વનનું છે કે રાજુલા શહેરમાં રહેતા સેલોત પરિવારમાં એક સાથે ચાર બાળકોનું આગમન થતા પરિવારજનોમાં ખુશીની લહેર જાેવા મળી રહી છે. અલ્તાફભાઈ અને રેશ્માબેન સેલોતના ઘરે પ્રથમ સંતાનની રાહ જાેવાઈ રહી હતી. ઈશ્વરે એક બે નહીં પણ એક સાથે ચાર ચાર સંતાનો ભેટ આપીને પરિવારને ખુશીઓથી ભરી દીધું છે જેથી પરિવારજનોમાં આનંદ જાેવા મળી રહ્યો છે. હાલ મહિલા અને તેના ચારેય બાળકો સંપૂર્ણ તંદુરસ્ત જાેવા મળી રહ્યા છે જ્યારે મહિલાની તબિયત પણ સ્થિર જણાઈ રહી છે.