ગરવી તાકાત બનાસકાંઠા : વાવ પોલીસે ભાટવર ગામમાં થયેલી મોબાઈલ દુકાન ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો પોલીસે એક આરોપીની ધરપકડ કરી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો પ્રાપ્ત માહિતી અનુસાર, ભાટવર ગામમાં આવેલી ચામુંડા મોબાઈલ રિપેરિંગ સેલ્સ એન્ડ સર્વિસના સંચાલક દશરથભાઈ ધરમાભાઈ પ્રજાપતિએ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

તેમની દુકાનમાંથી વિવિધ મોબાઈલ એસેસરીઝ, રિપેરિંગ માટે આવેલા અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન અને કાઉન્ટરમાંથી રોકડ રકમ મળી કુલ રૂ. 45,960ની ચોરી થઈ ફરિયાદના આધારે વાવ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો.
![]()
તપાસ દરમિયાન ભાટવર ગામના ડાયાભાઈ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી વિવિધ મોબાઈલ એસેસરીઝ તેમજ રિપેરિંગ માટે આવેલા અલગ-અલગ કંપનીના કુલ 26 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


