ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા SOGએ હિંમતનગરમાં ચેઈન સ્નેચિંગના એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો આ આરોપી જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો તેની પાસેથી ચોરીનો સોનાનો દોરો અને ગુનામાં વપરાયેલું મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું. SOG સ્ટાફ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચેઈન સ્નેચિંગના ગુના સંબંધે કમાન્ડ કંટ્રોલના CCTV ફૂટેજનો અભ્યાસ કરી રહ્યો આ દરમિયાન ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોટરસાયકલની ઓળખ થઈ દિલ્હીમાં બનેલા બોમ્બ બ્લાસ્ટને કારણે આપવામાં આવેલી તકેદારીના ભાગરૂપે SOG સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો.

પેટ્રોલિંગ દરમિયાન, હિંમતનગર સિવિલ સર્કલ વિસ્તારમાં SOGને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી કે, પ્રાંતિજનો રાજ કમલેશભાઈ ભોઈ તેના મોટરસાયકલ પર ચોરીનો મુદ્દામાલ લઈને હિંમતનગર બસ સ્ટેશનથી ન્યાય મંદિર તરફ જવાનો આ બાતમીના આધારે, હિંમતનગરના ઈડર રોડ પર આવેલી જિલ્લા જેલ આગળ વોચ ગોઠવવામાં આવી. વોચ દરમિયાન આરોપી રાજ કમલેશભાઈ ભોઈને ઝડપી પાડવામાં આવ્યો તેની અંગઝડતી લેતા, તેની પાસેથી 7.990 ગ્રામ વજનનો તૂટેલો સોનાનો દોરો (કિંમત રૂ. 91,885) મળી આવ્યો પૂછપરછ દરમિયાન, આરોપીએ કબૂલ્યું કે તેણે અને તેના મિત્ર સાગર ઠાકોરે હિંમતનગર-ઈડર રોડ પર હિંગળાજ ગામ નજીક એક મહિલાના ગળામાંથી આ સોનાનો દોરો ખેંચી લીધો.
![]()
આ ગુના અંગે જાદર પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચિંગનો ગુનો નોંધાયો SOG દ્વારા આરોપી અને જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 7.990 ગ્રામ સોનાનો દોરો (રૂ. 91,885) અને બજાજ કંપનીનું મોટરસાયકલ (રૂ. 70,000) સહિત કુલ રૂ. 1,61,885 નો મુદ્દામાલ શામેલ પકડાયેલા આરોપીનું નામ રાજ કમલેશભાઈ ભોઈ (ઉં.વ. 22, રહે. ભોઈવાસ, પ્રાંતિજ, જી. સાબરકાંઠા) આ ગુનામાં સંડોવાયેલો અન્ય આરોપી સાગર ઠાકોર (રહે. લાકરોડા, તા. માણસા, જી. ગાંધીનગર) હજુ ફરાર.


