ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

મોંઘવારી તેમજ ભયનો માહોલ છોડી સાતથી આઠ પરિવારો વર્ક વિઝા પર સાબરકાંઠામાં વસ્યાં 

October 25, 2024
પાકિસ્તાની પરિવારો સાબરકાંઠાના ઈડર તાલુકામાં ખેત મજૂરી કરી પોતાની જીવન નિર્વાહ કરી રહ્યા છે.
ઈડરના ગ્રામીણ વિસ્તારમાં રહેતા પાકિસ્તાનની પરિવારો હાલમાં ગુજરાત સહિત ભારતના વખાણ કરી રહ્યા છે
ગરવી તાકાત, સાબરકાંઠા તા. 25 –   ચિરાગ મેઘા – સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો માર દરેક વ્યક્તિ ભોગવી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના ઈડરના ગ્રામીણ વિસ્તારમાં રહેતા પાકિસ્તાનની પરિવારો હાલમાં ગુજરાત સહિત ભારતના વખાણ કરી રહ્યા છે તેમજ વર્ક વિઝા ઉપર ખેતી કામ થકી જીવન નિર્વાહ કરી રહ્યા છે જોકે આ તમામ પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિને વખાણી રહ્યા છે. સાબરકાંઠામા ઈડરના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા છ માસથી પાકિસ્તાનથી આવેલા 7 થી 8 પરિવારો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે.
જોકે એક તરફ પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી મોટાભાગના તમામ લોકો પીડાઈ રહ્યા છે સાથોસાથ પ્રતિ દિવસ ભય ના વાતાવરણ વચ્ચે જીવન ગુજારવા છતાં આર્થિક રીતે સંક્રામણ અનુભવતા કેટલાય પરિવાર હવે ભારત તરફ આવી રહ્યા છે. જેમાં મોંઘવારી તેમજ સ્થાનિક કક્ષાએ વિવિધ રોકટોક ના પગલે હવે મોટાભાગના લોકો ભારત તેમજ ગુજરાત તરફ ફરે છે આજે પણ પાકિસ્તાનની મોંઘવારી ની જગ્યાએ ગુજરાત સહિત ભારતની સ્થિતિ કંઈક અલગ છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂપિયા 260 થી 270 છે જ્યારે ભારતમાં રૂપિયા 100 થી પણ ઓછા ભાવે 1 લિટર પેટ્રોલ મળે છે. સાથોસાથ એક ચા નો ભાવ રૂપિયા 50 છે તો બીજી તરફ ખાંડ તેલ અને આટા નો ભાવ પણ ચારથી પાંચ ગણા થયા છે.
જેના પગલે ઓછી મજૂરી કામ મળવાના પગલે મોટાભાગના લોકો દિન પ્રતિદિન પાયમાલ બની રહ્યા છે ત્યારે છ માસ અગાઉ વર્ક વિઝા ઉપર સાબરકાંઠામાં ઇડરના ગ્રામીણ વિસ્તારમાં આવેલા પાકિસ્તાની પરિવારો ગુજરાત સહિત ભારતની સ્થિતિને વખાણી રહ્યા છે. સાથોસાથ આજે પણ ભય વિના જીવન વિતાવી રહ્યા છે. મોટાભાગે આજના કલયુગમાં પણ મા-બાપ પોતાના સંતાનો ની પ્રગતિ ઈચ્છતા હોય છે તેમજ અભ્યાસની સાથે સાથે વ્યવહારિક વિજ્ઞાનમાં પણ સંતાનો સમૃદ્ધ બની તે આજના યુગની પાયાની જરૂરિયાત છે ત્યારે પાકિસ્તાનમાં આજે પણ અભ્યાસ ની જગ્યાએ ભયનો માહોલ વધારે વ્યાપક છે. તેમજ પાકિસ્તાનમાં મોટાભાગની જગ્યાઓ ઉપર જવા માટે આજે પણ પ્રતિબંધ લગાવેલો છે જેના પગલે વિદ્યાર્થી આલમ માટે પણ પાકિસ્તાનમાં હજુ ઘણું ખૂટતું હોય તેવું ઘાટ છે.
સાબરકાંઠાના ઇડરના ગ્રામીણ વિસ્તારમાં આવેલા પાકિસ્તાની લોકો ગુજરાત સહિત વહીવટી તંત્ર પ્રત્યે ભારે માન તેમજ આદર ધરાવે છે અડધી રાત્રે પણ સ્થાનિક લોકો સાથે પાકિસ્તાન થી આવેલા લોકો કોઈપણ પ્રકારની રોક ટોક વિના આવન જાવન કરી શકે છે જોકે પાકિસ્તાનમાં આવું શક્ય નથી તેમજ મોંઘવારીનો માર યથાવત રહેતા ના છૂટકે સાત થી આઠ પરિવારોએ પોતાના દેશ છોડી ભારતમાં પાંચ વર્ષ ના વિઝા ઉપર કામકાજની શરૂઆત કરી છે. અહીં આવેલા લોકો ખેતી કામ કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે તેમજ આગામી સમયમાં તમામ પરિવારો ને હવે પાકિસ્તાન કરતાં ભારતમાં વધારે ગમતું હોય તેમ જણાવી રહ્યા છે.
જોકે સૌથી મોટી વાત તો એ છે કે એક તરફ પાકિસ્તાન જેવા દેશમાં સ્થાનિકો મોંઘવારી સહિત વિવિધ વાતોથી પારાવાર તકલીફોની ગોવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં આજે કેટલાય પરિવારો માટે નવું જીવન મળ્યું હોય તેમ જણાઈ રહ્યું છે આ વિસ્તારમાં ખેડૂતોએ પાકિસ્તાની નાગરિકો સાથે મિલન સાર સ્વભાવ સહિત ભોજન પાણી તેમજ રહેઠાણની સગવડ થકી સાયુજ્ય ભર્યું વાતાવરણ સરજુ છે. જેના પગલે ઈડરના ગ્રામીણ વિસ્તારમાં ખેતી કામ કરનારા લોકોમાં પણ ખુશી વ્યાપી છે. જોકે એક તરફ વિદેશમાં રહેતા લોકોની મજબૂરી કે તકલીફ ન સમજનારા લોકો માટે પાકિસ્તાનથી ગુજરાતમાં આવેલા પરિવારો માતૃભાવ સહિત સ્થાનિક કક્ષાએ મળતી સુવિધાઓથી સંતોષ માની રહ્યા છે ત્યારે અન્ય લોકો પાકિસ્તાની પરિવારોને વેદના સમજે તે પણ મહત્વનું બની રહે છે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
8:44 pm, Oct 25, 2024
temperature icon 28°C
clear sky
Humidity 31 %
Pressure 1011 mb
Wind 6 mph
Wind Gust Wind Gust: 7 mph
Clouds Clouds: 5%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:42 am
Sunset Sunset: 6:06 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0