વિજ્ઞાન જાથાનો લોકજાગૃતી કાર્યક્રમ સફળતાપુર્વક થયો સંપન્ન – ધાર્મીક નેતાઓ,તાંત્રિકો માનવીનું તન,મન,ધનથી શોષણ કરે છે !

November 22, 2021
Vignan jatha

અમદાવાદ : ગુજરાત પ્રાન્તીય આર્ય પ્રતિનિધિ સભા અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશીક સભા, આર્ય સમાજ ટંકારાના સંયુકત ઉપક્રમે રાજયના 160 શિબિરાર્થીઓ, ગ્રામજનો, જનસમાજમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. તાંત્રિકો માનવીનું તન–ધન–મનથી શોષણ કરે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ગુરૂકુળ ભવાની કચ્છના સ્વામી શાંતાનંદજી, મેરઠના કૃષ્ણદેવ શાસ્ત્રી, આર્યવીર દળના મેહુલભાઈ કોરીંગા, મંત્રી દેવજીભાઈ પડસુંબિયા, અશોકભાઈ પરમારે હાજરી આપી હતી.

સ્વામી શાંતાનંદજીએ સ્વામી દયાનંદ સરસ્વતીના સત્યાર્થ પ્રકાશ અને તેના વિચારો સમાજ માટે ઉપયોગી, માનસ પરિવર્તનથી લોકોને સુખાકારી તરફ લઈ જવાનો પ્રકાશ સાથે પોતાની ઉન્નતિનો માર્ગ બતાવે છે. આર્યવીર દળના સંચાલક મેહુલભાઈ કોરીંગા અને મંત્રી દેવજીભાઈ પડસુંબિયાએ વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરી માનવધર્મ, કલ્યાણકારી સાથે પરિવારોની પ્રગતિ તરફ લઈ જવાનો માર્ગ સર્વોત્તમ છે. શિબિરાર્થીઓને વાસ્તવમાં ઉપયોગી કાર્યક્રમ સાબિત થયો હતો.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ શિબીરાર્થીઓ અને જાગૃતોને સંબોધતા જણાવ્યું કે ગ્રહો આપણી પાછળ પડયા નથી પરંતુ આપણે જ ગ્રહોની પાછળ પડયા છીએ. જયોતિષને વ્યકિતગત રીતે અમો ધતિંગ, બકવાસ, વાહિયાત અને નકામુ શાસ્ત્ર માનીએ છીએ, જયોતિષ ભોળા, લાલચુ અને તેમાં રૂચિ રાખનારા લોકોને ભરમાવીને પોતાની રોજીરોટી રળી ખાવાનો એકમાત્ર ધંધો છે.

છતી આંખે આંધળા અને પાંગળા કરી મુકવાનું કામ જયોતિષ કરે છે. જયોતિષ કદી પણ સ્પષ્ટ ભાષામાં આગાહી કે ફળકથન કરી શકતું નથી. વિજ્ઞાનમાં ભાષા સ્પષ્ટ હોય છે. લેબોરેટરીનું નિદાન દુનિયાભરમાં સ્પષ્ટ હોય પરંતુ જેટલા જયોતિષીઓ તમામના ફળકથનો જુદા જુદા, અસ્પષ્ટ અને ભ્રામક હોય છે. જયોતિષમાં ગોળ–ગોળ જવાબો આપવામાં આવે છે. જયોતિષના કારણે કોઈ માનવીની જીંદગી સુધરી ગઈ હોય તેના એકપણ દાખલા નથી. જયોતિષના કારણે બરબાદી, અધોગતિના અનેક દાખલા સમાજ પાસે છે. અંધશ્રદ્ધાને ગરીબ, શ્રીમંતનો ભેદભાવ નડતો નથી. શીતળા રોગ નાબુદ થઈ ગયો છતાં શીતળાદેવી ઉભા છે તે દુ:ખદ છે. વિશ્વમાં રોગ નાબુદ થઈ ગયો છે છતાં દેવી ઉભા છે. માનવીએ પ્નત્યેક પળે તર્ક–સંશયને પ્નાધાન્ય આપવું જોઈએ.


જાથાના જયંત પંડયાએ હાથના આંગળા, કાંડામાં દોરા, રક્ષાપોટલી, માદરડીયાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ભારતમાં ફેસ–મોઢા ઉપર ચોપડવામાં આવતો પાવડરનો ઉપયોગ વપરાશ થતો નથી તેનાથી વધુ આપણા દેશમાં અબીલ, ગુલાલ અને કંકુ, સિંદુર વપરાય છે. લાલ–લીલા દોરા, નાડાછડીઓ, રક્ષાપોટલીઓ, વાસક્ષેપ, ભભુતી, માદડીયા, તાવીજો આ બધાની બહુ જ મોટી ઈન્ડસ્ટ્રી આપણે ત્યાં સદીઓથી ચાલી રહી છે. જે દર વર્ષે અંધશ્રદ્ધાનો મબલખ ધંધો–નફો રળે છે. ગામેગામ આ વસ્તુઓ સહેલાઈથી પ્નાપ્ત થઈ શકે છે. સંતાન ન થતું હોય, લગ્નનો મેળાપ ન થવો, ધંધામાં બરકત ન હોય, આર્થિક સમસ્યા, પત્ની બીજા જોડે ભાગી ગઈ હોય, પતિને કોઈક સાથે લફરૂ હોય, વળગાડ થવો, વશીકરણ, મૂઠચોટ, કોર્ટમાં વિજય, વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈની વસ્તુઓ આવી અનેક પ્નકારની સમસ્યાઓના નિરાકરણ માત્ર પાંચ મિનિટ કે 24  કલાકમાં ઉકેલી નાખવાની ફૌઝ પણ ભારતમાં જોવા મળે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તાંત્રિકો, જયોતિષીઓ કે વિધિકારોની પોતાની સમસ્યા ઉકેલી શકવાની પોતાનામાં શકિત નથી તેવું સ્વીકારે છે. જાથાએ અનેક જયોતિષીઓને ખુલ્લા કરી પર્દાફાશ કર્યો છે. માફી માંગી પોતાનું પેટીયું રળવા નુશ્કા કે ભ્રમણા ફેલાવી કમાઈ છે. જે જયોતિષીઓ જાણી જોઈને ગુમરાહ કે છેતરપિંડી કરે છે તેને જ જાથાના વિચારો લાગુ પડે છે.


જાથાના પંડયાએ વધુમાં જણાવ્યું કે આપણા દેશમાં ભૂત, પ્નેત, ડાકણ, ચૂડેલ, મામો, ખવીજ, અદ્રશ્ય શકિતથી હેરાન કરવું, મેલીવિદ્યા, આસુરી શક્તિત, અગૌચર શક્તિત વગેરે હંબક, બીનાપાયાદાર, વાહિયાત વાતો જેટલા મોઢા તેટલી હકિકત, કથાવસ્તુઓ જોવા મળે છે તે સો ટકા ખોટી–બોગસ, અવૈજ્ઞાનિક છે, જેનું અસ્તિત્વ જ નથી તે નડે કેવી રીતે ? ભૂત–પ્રેત  વિગેરે માનવીને જ નડે તેવું સાંભળ્યું છે.

માનવીના અસ્તિત્વની સાથે લેભાગુઓએ બોગસ કથાવસ્તુ, વિચારો મગજમાં ફીટ કર્યા છે. જયારે પશુ–પંખી, પ્રાણીઓને કદી જ ભૂત–પ્રેત  નડયા હોય તેનો એકપણ દાખલો જોવા મળ્યો નથી. જીવમાત્ર પોતે સુખી થાય તેવા યત્નો કરે છે તેમાં પશુ–પંખી આવી જાય છે. ગધેડાને પણ તડકો લાગે તો છાયો ગોતી બેસે છે જે સુખની વ્યાખ્યામાં આવે છે. અમુક ભૂત–પ્નેત આ વૃક્ષમાં જ વાસ કરે તેવી બોગસ કથાવસ્તુ છે. વૃક્ષને કશી જ લેવા દેવા નથી. આત્માનું ભટકવું, સંધ્યા સમયે અતૃપ્ત આત્માઓનું ભ્રમણ વિગેરે હંબક, વાહિયાત વાતો છે. યુવાનોને જાગૃતતા સંબંધી અનેક સૂચનો કરવામાં આવ્યા હતા.


જાથાના ચેરમેન જયંત પંડયાએ ચમત્કારીક રીતે અગ્નિનું આપોઆપ સળગવું પ્નયોગ શીખવતાં જણાવ્યું કે વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો માનવાથી માનવીને પાયમાલી મળે છે, વિજ્ઞાનનું પ્નથમ પગથીયું તર્ક–સંશય છે. અંધશ્રદ્ધાથી માનવજાતની અધોગતિ થઈ છે. ચમત્કારો પાછળ વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા હોય છે. આપણી અજ્ઞાનતાનો લાભ લેભાગુઓ મેળવે છે. જ્ઞાન–વિજ્ઞાનને સીમાડા નડતા

નથી. નમ્રતા, ઉદારતા વિજ્ઞાનનો સ્વભાવ છે. જડતા, અહંકાર, સંકુચિતતા, પોતાના લાભ માટે બીજાને ઉશ્કેરવા પ્નવૃત્તિ છોડી દેવી જોઈએ. ગામનો રૂપિયો ગામ માટે જ થાય તેવી સલાહ આપી હતી. વર્તમાન સમયમાં દાન આપતા પહેલા સો વાર વિચારવાનો સમય છે. આવેગમાં દાન આપવું નહિ. ભાવુકતાનો લેભાગુઓ ફાયદો ઉઠાવે છે. ઈશ્વર–ભગવાનની સ્તુતી, પ્નાર્થના, ફૂલ, મંત્ર બોલીએ તે એક પ્નકારની પ્નશંસા છે. જયારે માનવીની કે દાતાની પ્નશંસા કરવાથી તુરંત ફળ મળે છે. આર્થિક રીતે સમૃધ્ધ થવા લોકોને આહવાન કર્યું હતું.

વિશેષમાં પંડયાએ લોકોને જણાવ્યું કે જાથા માતા–પિતાને જ ભગવાન, ઈશ્વર, અલ્લાહ માને છે. માનવ ધર્મ, રાષ્ટ્રીય ધર્મ શ્રેષ્ઠ છે. ધાર્મિક નેતાઓ ઉપર વિશ્વાસ રાખવો નહિ કારણ માત્ર સદીઓથી આપણને ગુમરાહ કરે છે. પોતાના હિતની જ વાતો કરે છે. ભારત દેશ ગરીબ છે તેથી સમસ્યાઓ અનેક છે. લેભાગુઓ નાડ પારખી બોલે છે કે વ્યવહાર કરે છે તેનાથી સાવધાન રહેવું. કર્મકાંડ–ક્રિયાકાંડો એક પ્નકારની બલા છે તેમાં રૂચિ રાખવાથી બરબાદીને આમંત્રણ છે. ધાર્મિક નેતાઓ કે ચમત્કારિકો દેશની એક પણ સમસ્યા ઉકેલી શકયા નથી તેથી બોધ લેવાની જરૂર છે. આજે  સંપ્રદાયોને માનવકલ્યાણકારી પ્રવૃતિઓ, જમણવાર કરવા પડે છે તે વર્તમાન સમયની માંગ છે. તેના કારણે શ્રદ્ધાળુઓ પાસેથી સહેલાઈથી ફાળો, દાન મેળવી શકે છે. સરકારની યોજનાઓ માનવ કલ્યાણકારી છે તેના પ્રચારમાં ખામી છે. તેથી અમુક કહેવાતા સાધુ–સંતો, સંપ્રદાયો પોતે લોકકલ્યાણનું કામ કરે છે દેખાવ કરી, ફાળાની આવેલી રકમમાંથી દશ ટકા રકમ ખર્ચીને વાહ વાહ મેળવે છે. તેમાં શ્રદ્ધાળુઓનો પ્રચાર મુખ્ય છે. માનસિકતા બદલાવાની જરૂર છે.


ચમત્કારિક પ્નયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મ, લોહી નીકળવું, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલમાંથી હાથેથી પૂરી તળવી, નજરબંધી, બેડી તૂટવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ભુવાની સાંકળ મારવાની ડિંડકલીલા, હાથ–માથા ઉપર દીવા રાખી આરતી કરવાની ધતિંગલીલા, વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા હતા.

આર્ય સમાજ ટંકારાના મનીષભાઈ કોરીંગા, અશોકભાઈ પરમાર, ધીરજભાઈ બારૈયા, વિનુભાઈ પરમાર, હિતેષભાઈ પરમાર, સુવાસ શાસ્ત્રીજી, રજનીભાઈ મોરસાણીયા, હસમુખભાઈ દુબરીયા, રમણીકભાઈ વડાવીયા, મંત્રી દેવજીભાઈ પડસુંબિયા, સંચાલક મેહુલભાઈ કોરીંગાએ ભાગ લઈ દેખરેખ રાખી હતી. જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, ભાનુબેન ગોહીલ, ભકિત રાજગોર, વિનુભાઈ ઉપાધ્યાય અને સ્થાનિક કાર્યકરોએ પ્નયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0