ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા 94 કેસ નોંધાયા હતા. મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણમાં એકાએક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં એક્ટિવ કેસનો આંક પણ ઘટ્યો છે. જિલ્લામાં નવા 2880 સેમ્પલ લેવામાં આવ્યા છે
મહેસાણા જિલ્લામાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો તેની સામે દર્દીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાને માત આપી રહ્યા છે. શુક્રવારે 180 દર્દીએ કોરોનાને માત આપી સજા થયા હતા. જિલ્લામાં 3417 હજુ પણ સેમ્પલના પરિણામ પેન્ડિગ જોવા મળી રહ્યા છે. શુક્રવારે શહેરી વિસ્તારમાં 33 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 62 કેસ નોંધાયા છે
મહેસાણા તાલુકામાં શુક્રવારે 40 કેસ, વિસનગર તાલુકામાં 14, વડનગર તાલુકામાં 3, ખેરાલુ તાલુકામાં 0, સતલાસણા તાલુકામાં 1, ઊંઝા તાલુકામાં 1, વિજાપુર તાલુકામાં 1, બેચરાજી તાલુકામાં 5, જોટાણા તાલુકામાં 6, કડી તાલુકામાં 23 કેસ મળી શુક્રવારે નવા 94 કેસ નોંધાયા છે