નડાબેટ નજીક ઝીરો પોઇન્ટ તરફ જતાં ટાયર ફાટતાં બોલેરો ગાડી પલટી..9 ઘાયલ..ઘાયલોને સુઇગામ સારવાર કરાયા બાદ થરાદ રેફરલમાં રીફર કરાયા.

ગરવીતાકાત,સુઈગામ: વાવ તાલુકાના દેવપુરા  ગામના પટેલ સમાજના લોકો નડાબેટ ખાતે દર્શન કરી બોર્ડર જોવા જતાં રસ્તામાં દુર્ઘટના સર્જાઈ. વાવ તાલુકાના દેવપુરા ગામના પટેલ સમાજના લોકો બોલેરો ગાડી લઈ સુઇગામ તાલુકાના નડાબેટ સ્થિત નડેશ્વરી માતાજીના દર્શન કરી ઝીરો પોઇન્ટ તરફ જતાં રસ્તામાં બોલેરો ગાડીનું આગળનું ટાયર ફાટતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી,જેમાં બેઠેલ 12 વ્યક્તિઓ પૈકી 3 મહિલાઓ અને 6 પુરૂષો મળી 9 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં ઘાયલોને 108 મારફતે સુઇગામ રેફરલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે થરાદ રીફર કરાયાં છે.

તસ્વીર અહેવાલ નવીન ચૌધરી સુઇગામ