અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સામગ્રીના વેપારમાં 80%નો વધારો

May 31, 2024

રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ ફાયરનાં સાધનોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે

રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા ફાયર NOC નહીં ધરાવતા સંસ્થાઓ પર કાર્યવાહી

ગરવી તાકાત, ગાંધીનગર તા. 31 – રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ ફાયરનાં સાધનોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા ફાયર NOC નહીં ધરાવતા સંસ્થાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્રની કાર્યવાહી બાદ લોકો ફાયરના નવા સાધનો ખરીદવા દોડ્યા છે. સુરત શહેરમાં તમામ ફાયર ના સાધનોના વિક્રેતાના ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે. પહેલાં સમાન્ય રીતે ગ્રાહકો આવતા હતા. અગ્નિકાંડ અચાનક 90% ગ્રાહકી માં વધારો નોંધાયો છે. જેને લઈ વિક્રેતાના ત્યાં  સ્ટોક નહીં હોવાથી ગ્રાહકોને બે દિવસના વેટિંગ આપવામાં આવી રહ્યા છે. ફાયરનો અભાવ હોવાથી હોસ્પીટલ, શાળા, કોલેજ, સહિતના સંસ્થાઓને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી રહ્યા છે.

Steps To Maintain Fire Safety Equipment Efficiently | Cooke & Bern | Fire news

રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી. તેમાં માસુમ બાળકો સહિત અનેક લોકોના મોત નીપજ્યા છે. ઘટના બાદ સરકાર એક્શન માં આવ્યું છે. અને રાજ્યભરમાં ફાયર, મહાનગરપાલિકાએ ફાયર નો અભાવ ધરાવતી સંસ્થાઓ ઉપર કાર્યવાહી હાથ ધરી છે. સુરતની જો વાત કરવામાં આવે સુરતમાં શાળા, કોલેજ, હોસ્પિટલ કાપડ માર્કેટ સહિતની અનેક ફેક્ટરીઓમાં ફાયરની સેફ્ટીનો અભાવ જોવા મળતા સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે આ કાર્યવાહીને લઈ વેપારીઓમાં ખડબડાટ મચી ગઈ છે. ફાયર NOC માટે જરૂરી ફાયરનાં સાધનો લેવા માટે દુકાન પર લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.

સુરત શહેરના તમામ ફાયર સામગ્રીની વિક્ર્તાના ત્યાં આ જ રીતે લોકોની ભીડ જોવા મળી રહી છે. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ લોકો હવે જાગીને પોતાની સંસ્થાઓમાં ફાયરના સાધનો લગાવી રહ્યા છે. ફાયર સામગ્રીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓનું માનું છે કે અગ્નિકાંડની ઘટના પહેલા આ રીતના એમનો વેપાર થતો ન હતો  પરંતુ જ્યારે રાજકોટ અગ્નિકાંડ ઘટના બની ત્યારથી ગ્રાહકોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. પહેલા તો અમને લોકોને ઘરે ઘરે કે તેમના સંસ્થાઓમાં જઈને ફાયર સેફ્ટી લગાવવા માટે જાગૃતતા કરવાની જરૂર પડતી હતી  પરંતુ જ્યારથી આ ઘટના બની છે.

લોકો વહેલી સવારથી જ અહીં ફાયરની સામગ્રી લેવા માટે દોડી આવે છે. સવારથી લઈને રાતના 12 વાગ્યા સુધી અમારે દુકાન ચાલુ રાખવાની જરૂર પડી રહી છે.અમારી પાસે હવે પૂરતો સ્ટોક નહીં રહ્યો.જેટલો માલ હતો સમગ્ર માલ અમારો વેચાઈ ગયો છે.નવેસરથી અમે ઓર્ડર આપ્યો છે. ગ્રાહકોને અમે બે દિવસનો વેટિંગ આપી રહ્યા છે. હાલમાં જો વાત કરવામાં આવે રાજકોટની ઘાટના બાદ અમારા વેપારમાં 80% નો જેટલો વધારો નોંધાયો છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:14 pm, Jan 25, 2025
temperature icon 28°C
clear sky
Humidity 22 %
Pressure 1014 mb
Wind 6 mph
Wind Gust Wind Gust: 5 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0