— ડ્રોન સર્વેલન્સ દ્વારા તેમજ પ્રાઇવેટ વાહનો મારફતે ખનીજ ચોરી ઝડપાઇ :
ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ પાસે ભૂસ્તર વિભાગ ની ટિમ દ્વારા ગેર કાયદેસર રીતે ખનીજ ચોરી ઝડપી લીધી છે જેમાં 8 ડમ્પર ને કબ્જે લેવામાં આવ્યા છે
બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ની ટિમ કાંકરેજ વિસ્તાર માં હતી તે સમય બાતમી ના આધારે કાંકરેજ ના અરણીવાડા ગામ પાસે ગેરકાયદેસર સાદી રેતી વહન કરતા 3 ટ્રેલર તેમજ 5 ડમ્પર ને ઝડપી લીધા હતા જેમાં ભૂસ્તરશાસ્ત્રી ની કચેરી ની ટિમ દ્વારા ટેકનોલોજી નો ઉપયોગ કરી ડ્રોન સર્વેલન્સ દ્વારા પ્રાઇવેટ વાહન મારફતે ખનીજ ચોરી પકડી હતી જેમાં 8 સાધનો કબ્જે લઈ 2.50 કરોડ નો મુરદા માલ કબ્જે લેવામાં આવ્યો છે જેમાં ખનીજ ચોરી કરતા ભુ માફિયા માં ફફડાટ ફેલાયો છે
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ