79.6 % લોકોનું માનવું છે કે હિંસક ફિલ્મ જોયા બાદ તેમના પર નકારાત્મક અસર થાય છે

August 24, 2024

હિંસક ફિલ્મોના કારણે લોકોમાં આક્રમકતા અને હિંસા, સહાનુભૂતિની ખામી અને અસંવેદનશીલતા , ચિંતા , ડર અને ઊંઘમાં ખલેલ,માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર , સામાજિક અલગતા વગેરે બાબતો પર અસર કરે 

ગરવી તાકાત,ગાંધીનગર તા. 24 – વાઇલન્સ ફિલ્મોની લોકમાનસ પર અસર એક ગંભીર અને ચિંતાજનક વિષય છે. આ ફિલ્મો લોકોની વ્યાવહાર પર અસર , વિચાર , વતેન પર પ્રભાવ જોવા મળે છે. હિંસક ફિલ્મો સમગ્ર સમાજ પર ઉંડી અસર કરી શકે છે. સંશોધનો એ દશોવ્યુ છે કે હિંસક મીડિયા વપરાશ આના તરફ દોરી શકે છે. વાઇલન્સ ફિલ્મોના કારણે લોકોમાં આક્રમકતા અને હિંસામાં વૃદ્ધિ, , સાહનુભૂતિ ની ખામી અને અસંવેદનશીલતા , ચિંતા , ડર અને ઊંઘમાં ખલેલ, , માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર , સામાજિક અલગતા વગેરે બાબતો પર અસર થતી જોવા મળે છે.

શારીરિક અસરો જેવી કે ધબકારા વધવા અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સજોય છે. એટલા માટે જરૂરી છે કે આપણે વાઇલન્સ ફિલ્મની અસરોથી જાગૃત થઈએ. વાઇલન્સ ફિલ્મોની લોકમાનસ પર શું શું અસરો થાય છે તે વિશેની વિસ્તૃત માહિતી સર્વે દ્વારા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ કોડીનારીયા રૂશિકા અને ભાદરકા તેજસ્વીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1081 લોકો પર સર્વે કરીને માહિતી મેળવી. 79.6 % લોકોનું માનવું છે કે વાઇલન્સ ફિલ્મ જોયા બાદ તેમના પર નકારાત્મક અસર થાય છે. સંવેદનશીલતાના ભય અને ચિંતા  અને આક્રમક વર્તનના કારણે નકારાત્મક અસર સર્જાય છે.

51.4 % લોકો નું કહેવું છે કે વાઇલન્સ ફિલ્મ જોયા બાદ વ્યકિતની આસપાસ રહેતા વ્યકિતઓને તે નાપસંદ કરવા લાગે છે. અશાંતિ અને સમયના પ્રભાવના લીધે નાપસંદ કરી શકે. અનુભવો અને વર્તન ના લીધે અને સમાજ અને સંસ્કૃતિ નો પ્રભાવથી નાપસંદ કરી શકે છે.   71.8 % લોકો કહે છે કે વાઇલન્સ ફિલ્મ જોયા બાદ વ્યકિતમાં આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આક્રમકતા નું પ્રમાણ વ્યક્તિત્વના લક્ષણોનાં કારણે આક્રમકતા વધતી હોય છે.  72.4 % લોકો ના મતે વાઇલન્સ ફિલ્મ જોયા બાદ લોકોમાં ઝઘડાખોરીની વૃત્તિ વધી જાય છે. સહનશીલતામાં ખામી અને અહમતાની ભાવની ખામી હોવાથી ઝઘડાખોરી વધે છે.  59.2 % લોકોમાં વાઇલન્સ  હિંસક  ફિલ્મ જોવાની પસંદગી વધુ જોવા મળે છે. ઉત્સાહ અને ઉત્તેજના માટે વધુ પસંદગી હોય શકે છે.  વાઇલન્સ ફિલ્મ જોયા બાદ 70.1 % લોકોમાં ભયનો અનુભવ એ છે. હિંસાનું પ્રદર્શન વ્યકિતમાં ભય ઉત્પન્ન કરી શકે.

વાઇલન્સ ફિલ્મ જોયા બાદ 77.9 % લોકોમાં માનસિક રીતે તણાવની પરિસ્થિતિ સર્જાય છે. સ્ક્રીન પર હિંસા જોવાથી હૃદયના ધબકાર , બ્લડ પ્રેશર અને તણાવના સ્તરમાં વધારો થઈ શકે છે.  વાઇલન્સ ફિલ્મની સૌથી વધુ માનસિક અસર 88.1 % બાળકોમાં જોવા મળે છે. બાળકોના અભ્યાસ અને અનુકરણની પ્રક્રિયામાં હિંસા ભરી ફિલ્મોનો પ્રભાવ જોવા મળી શકે છે. 79.5 % નું માનવું છે કે વાઇલન્સ  હિંસક  ફિલ્મની અસર વ્યક્તિની સંવેદનશીલતા પર આધારિત હોય છે.  હિંસક ફિલ્મ લોકોમાં હિંસક છબીઓ અને અવાજો પ્રત્યે અસંવેદનશીલ બનાવે છે, જે ભાવાત્મક ઉત્તેજના અને સંવેદનશીલતામાં ઘટાડો કરી શકે.

70.4 % લોકોમાં જોવા મળતી ક્રુરતા પાછળનુ એક કારણ એ વાઇલન્સ ફિલ્મો છે. હિંસક ફિલ્મોમાં હિંસા નું પ્રદાનએ ક્રુરતામાં વધારે છે. આક્રમકતાની ભાવના વધી શકે છે. નિરંતર અવલોકન ક્રુરતાને વધારી શકે છે.  વાઇલન્સ ફિલ્મ જોયા બાદ 69.5 % લોકોમાં બેચેનીનું પ્રમાણ એ વધતુ જોવા મળે છે. અને 60.5 % માં ચિંતાનું પ્રમાણ વધતું જોવા મળે છે.હિંસક ફિલ્મો લોકોને આક્રમક વર્તન શીખવે છે, જે સામાજિક પરિસ્થિતિઓમાં ચિંતામાં વધારો કરી શકે છે.

73.8 % લોકોનું માનવું છે કે  વાઇલન્સ ફિલ્મ હિંસા કરવા માટે સીધી કે આડકતરી રીતે પ્રેરિત કરે છે. હિંસક ફિલ્મોનો વારંવાર જોવાથી  અસંવેદનશીલતા ઉભી થાય છે.  જેનાથી લોકોમાં ઓછી સહાનુભૂતિ ધરાવતા અને હિંસાનો વધુ સ્વીકાર કરતા જોવા મળે છે. વાઇલન્સ ફિલ્મ થી 63.9 % લોકોની સંવેદનશીલતામાં ધટાડો કરે છે. હિંસક ફિલ્મો મગજના મ્યુલર નેટવર્કને અસર કરે છે, જેનાથી સંવેદનશીલતામાં ઘટાડો થઇ શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0