પાલીતાણામાં ઉર્જામંત્રી સૌરભ પટેલનાં અધ્યક્ષસ્થાને 72માં વન મહોત્સવની ઉજવણી કરાશે  

August 13, 2021
Saurabh Patel

મંત્રી પાલીતાણાનાં ઘેટી ગામ અને મેયર બોરતળાવ ખાતે વૃક્ષારોપણ કરી વન મહોત્સવની ઉજવણી કરશે  

આવતીકાલે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલનાં અધ્યક્ષસ્થાને પી.એમ.પટેલ હાઇસ્કૂલ, ઘેટી તા.પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનાં 72માં વન મહોત્સવની સવારે 9.00 કલાકે ઉજવણી કરવામાં આવશે.આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક જુનાગઢ સર્કલ ડો. કે.રમેશ,  જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, નાયબ વન સંરક્ષકસામાજીક વનિકરણ બોટાદના  ડો.સંદિપકુમાર સહિત જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો – ભાવનગરની સહકારી હાઉસીંગ સોસાયટીઓ સંબંધી ઓડીટમાં હોદ્દેદારો દ્વારા રેકર્ડ રજુ નહી કરાતા, રજીસ્ટ્રારે નોટીસ ફટકારી

જ્યારે ભાવનગર શહેરનાં બોરતળાવ ખાતે મેયર કિર્તીબાળા દાણીધારીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. ભાવનગરને હરિયાળું બનાવવા ઘેટી ગામ અને બોરતળાવ ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણનાં જતનનો સંકલ્પ લેવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0