લગ્નમાંથી પરત આવતાં વિરતાના પરિવારનો અકસ્માત, 7ને ઇજા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના વિરતા ગામનો પરિવાર દેત્રોજના રૂદાતલ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી ઇકો ગાડીમાં પરત આવી રહ્યો હતો. ત્યારે જોટાણા તાલુકાના સાંથલ નજીક બોલેરોના ચાલકે ટક્કર મારતાં ઇકોના ડ્રાઇવર સહિત 7 વ્યક્તિને ઇજા થઇ હતી.

વિરતા ગામના નિલેષકુમાર અખુજી ઝાલા પરિવાર સાથે દેત્રોજના રૂદાતલ ગામે સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપી ઇકો ગાડીમાં પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાંથલ નજીક સામેથી આવતી બોલેરો ગાડી એ ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ઇકોમાં સવાર નિલેષકુમારની માતા નાનીબા, પિતા અખુજી, પત્ની જશીબા, 8 વર્ષની દીકરી આયુષી, 5 વર્ષની દીકરી મનીષાબા અને ગાડીના ડ્રાઇવરને શરીરે ઇજાઓ થઇ હતી. જેમને 108માં જોટાણા સરકારી દવાખાને લઇ જવાયા હતા.

જે પૈકી નાનીબાને માથામાં ગંભીર ઇજા હોઇ મહેસાણા સિવિલ અને ત્યાંથી લાયન્સમાં રીફર કરાયા હતા, જ્યાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે નિલેષ ઝાલાએ સાંથલ પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.