સેન્ટર ફોર ધ મોનિટરીંગ ઑફ ઇન્ડિયન ઇકોનોમી ના રિપોર્ટમાં જણાવાયુ છે કે મે મહિનાથી ઓગસ્ટ સુધીમાં એંજિનિયર્સ, ફિઝિશ્યન્સ અને ટીચર જેવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા 66 લાખ પ્રોફેસનલ્સ બેકાર થઇ ગયા છે.
આ રીપોર્ટ અનુસાર મે મહિના પહેલા 1. 88 કરોડ વિવિધ ફિલ્ડમાં પ્રોફેસનલ્સ કામ કરી રહી હતા. પરંતુ આ તે ઘટીને મે મહિનાથી ઓગસ્ટ સુધીમાં 1.22 કરોડ થઈ ગયા, જે દર્શાવે છે કે ભારતમાં આ ચાર મહિનામાં 66 પ્રોફેસનલ્સ તેમની નોકરીઓ ગુમાવી ચુક્યા છે. CMIE એ વધુમાં ઉમેર્યુ હતુ કે, 2016 બાદ જે પણ નોકરી લેવલે વૃધ્ધી થઈ હતી તેની ઉપર આ ચાર મહિના દરમ્યાન પાણી ફરી વળ્યુ છે.
આ પણ વાંચો – મુકેશ અંબાણીની RIL 15 લાખ કરોડનુ માર્કેટ કૈપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની
આ સર્વે માત્ર પ્રોફેસનલ્સની જોબ પુરતો જ કરવામાં આવેલો છે, જેમાં અસંગઠીત ક્ષેત્રનો સમાવેશ નથી કરવામાં આવ્યો, જેથી આ સર્વેના બેરોજગારીનુ પુરેપુરી તસ્વીર બતાવી શકવામાં સક્ષમ નથી. જેમાંં સ્વરોજગારી થી પોતાનુ જીવન નિર્વાહ કરનારા જે બેરોજગાર થઈ ગયા છે એમના આંકડાનો સમાવેશ નથી કરવામાં આવ્યો.
CMIE એ અગાઉ તેના રીપોર્ટમાં જણાવ્યુ હતુ કે લોકડાઉનમાં 12.10 કરોડ લોકો પોતાની નોકરી આ દરમ્યાન ગુમાવી ચુક્યા છે. પરંતુ લોકડાઉનને ખોલવામાં આવતા ઓગસ્ટ મહિનામાં આ આંકડો રીકવર થઈ ગયો હતો.પરંતુ સાથે સાથે તેમના રીપોર્ટમાં એમ પણ જણાવ્યુ હતુ કે, પ્રોફેસનલ્સ તેમની નોકરીઓ સતત ગુમાવી રહ્યા છે.
.