ઉંઝા એપીએમસીના નકલી લાયસન્સ ધારકના નામે ખાતું ખોલાવી ૬૦૦ કરોડની કરચોરી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : ફરી એકવાર કમિશનની લાલચે કૌભાંડ કરવામાં આવ્યું છે. ઊંઝા છઁસ્ઝ્રના નકલી લાયસન્સ ધારકના નામે ખાતું ખોલાવી રૂ.૬૦૦ કરોડની કરચોરી કરવામાં આવી. ઇન્કમટેક્સે કરોડોના ટ્રાન્ઝેક્શન આધારે નોટિસ આપતા આરોપીઓએ ષડયંત્ર રચ્યું. ઘાટલોડિયા પોલીસે ૬ લોકો સામે ગુનો નોંધી અરજદાર બનેલા જ વ્યક્તિને આરોપી તરીકે ધરપકડ કરી છે.

ઉંઝા એપીએમસી માર્કેટના નકલી લાયસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂ.૫૦૦ થી ૬૦૦ કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું. આ કૌભાંડમાં ખાતેદારોને ૧ કરોડના ટ્રાન્ઝેક્શન ઉપર રૂ.૧૦ હજાર કમિશન આપવામાં આવતું હતું. જાે કે ખાતેદારોને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપતા કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું છે. જેને લઈને ૬ લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખ, ઋતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી ધારક પટેલ ની ધરપકડ કરી. આરોપી ઋતુલ પટેલ ધારકના ફોઈ નો દીકરો થાય છે. ઋતુલે ધારક ને એવી ઓફર આપી હતી કે અમે તારા નામથી ઉંઝા એપીએમસી માર્કેટ નું લાઈસન્સ કઢા ને જીરું, વરિયાળી તેમજ અન્ય અનાજ ના ખરીદ-વેચાણ નો ધંધો કરવા માંગીએ છીએ. જેના ૧ કરોડના ટ્રાન્ઝેક્શન કમિશન પેટે તમને ૧૦ હજાર મળશે.

આરોપીઓએ કરંટ એકાઉન્ટ ખોલાવીને જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ કર્યા હતા. તેથી ધારકે ઋતુલને તેના ડોકયુમેન્ટસ આપ્યા હતા. જેના આધારે આરોપી ઓએ ધારકના નામનું ઉંઝા એપીએમસી માર્કેટનું ખોટું લાઈસન્સ કઢાવી ને ધારકના નામનું બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જાે કે ધારકના ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા હોવાથી તેને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ આપી હતી. આ અંગે ખુદ ધારકે જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે, ઋતુલ પટેલ, ઉદય મહેતા તેમજ અન્ય લોકો એ ભેગા મળીને ધારકના ડોક્યુમેન્ટસનો દુરુપયોગ કરીને તેના નામ ઉપર ઉંઝા એપીએમસી માર્કેટનું નકલી લાયસન્સ કઢાવવુ હતું. જેના આધારે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.

જેની પોલીસે તપાસ કરતા ઋતુલ અને ઉદય એ ધારકની જેમ જ યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખના નામે પણ ખોટા લાઈસન્સ કઢાવીને તેમના કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં ઉદય અને ઋતુલે ૫૦૦થી ૬૦૦ કરોડના ટ્રાન્ઝેક્શન કરીને ઈન્કમટેક્સની ચોરી કરી હતી. જેથી ઘાટલોડિયા પોલીસે ધારકની અરજીની તપાસ કરતા આ કૌભાંડમાં ધારકે પણ કમિશનની લાલચમાં આવીને લાયસન્સ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસે ૬ એ આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ કૌભાંડમાં બ્લેક મની વ્હાઈટ કરીને ઈન્કમટેક્સની ચોરી કરવામાં આવી છે. જેથી આ અંગે આઈટી અને ઈડી બંને ડિપાર્ટમેન્ટ ને જાણ કરવામાં આવી છે. જેથી આ બંને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા પણ કર ચોરીના આ કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે અન્ય આરોપીઓ પકડાયા બાદ તેઓનો શુ રોલ હતો તે બાબતે પણ વધુ તપાસ બાદ નવા ખુલાસા સામે આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.