— મહેસાણા 28, બનાસકાંઠા 16 કેસ :
ગરવી તાકાત મહેસાણા : કોરોના વાઈરસ ધીમે પગલે ગતિ વધારતો હોય તેમ ગુરુવારે ઉત્તર ગુજરાતમાં કોરોનાના કુલ ૬૦ પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ૨૮ કેસ સામે આવ્યા હતા. જયારે પાટણમાં ૧૬ અને બનાસકાંઠામાં ૧૬ મળી ઉત્તર ગુજરાતમાં ૬૦ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા. અત્યાર હાલમાં ૩ જિલ્લામાં કોરોનાના ૨૯૦ જેટલા દર્દીઓ હોમ આઈસોલેશન થઈને હોસ્પિટલમાં સારવાર હેઠળ.
મહેસાણા જિલ્લામાં ગુરુવારે ૧૮૮૬ કોરોના સેપલના રીઝલ્ટ આવ્યા. જે પૈકી ૨૨ના રીઝલ્ટ પોઝિટીવ જયારે ખાનગી લેબ અને એન્ટીજન ટેસ્ટ મળી ૬ પોઝિટીવ મળી ૨૮ લોકોના પોઝિટીવ રીઝલ્ટ આવેલ છે. જેમાં મહેસાણા તાલુકામાં સૌથી વધુ ૧૧, ખેરાલુ ૧, કડી ૩ ,ઊંઝા ૩, જોટાણા ૧,વિજાપુર ૨, વિસનગર ૯ અને સતલાસણા તાલુકામાં ૧ કેસનો સમાવેેશ થાય છે.જિલ્લામાં અત્યારે ૧૮૨ કોરોનાના એક્ટિવ કેસ છે.
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર અને એન્ટીજન એમ કુલ ૩૨૨૫ સેમ્પલ લેવામાં આવ્યા .જેમાંથી ૧૬ના રીઝલ્ટ પોઝિટીવ આવ્યા. જેમાં પાલનપુર ૪, થરાદ ૨, ડીસા ૧, કાંકરેજ ૧, વડગામ ૧ અને વાવ તાલુકામાં ૭ મળી કુલ ૧૬ કેસ પોઝીટીવ આવ્યા. જેથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંર્પકમાં આવેલા વ્યક્તિઓના સેમ્પલ લઇ તપાસ હાથ ધરી અત્યારે કુલ એક્ટિવ કેસનો આંક ૪૩ થયો હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યુ હ્તો.