મેઘાણીનગરમાં સળગાવેલ હાલતમાં યુવતીની લાશ મળતા પરિવારના 6 સભ્યોની ધરપકડ

શેર કરવા અહીં ક્લિક કરો.

અમદાવાદના મેઘાણીનગરમાં યુવતીની સળગાવેલ હાલતમાં લાશ મળી આવતા આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ તપાસમાં ઘટસ્પોટ થયો હતો. પ્રેમપ્રકરણના કારણે યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનોએ તેની લાશને રફાદફા કરવા સળગાવી હતી. આ મામલે પોલીસે પરિવારના 6 સભ્યોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો – અમારી પંચાયત કેમ કરો છો ? ? એમ કહી ભત્રીજાએ હથીયારથી માથુ રંગી નાખ્યુ : જોટાણા

સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે કે,  યુવતીનુ  એક યુવક સાથે પ્રેમસંબધ હતા. જેથી તેઓ એક બીજા સાથે ઘરેથી ભાગી ગયા હતા.  ત્યાર બાદ યુવતીના પરિવારજનોએ તેને શોધી તેને ઘરે પાછી લાવ્યા હતા. યુવતી સાથે તેના પરિવારજનો દબાણ બનાવી રહ્યા હતા તથા તેની સાથે મારપીટ પણ કરી હતી. યુવતીને તેના પ્રેમીથી અલગ કર્યાના દુખમાં તથા તેની સાથે પરિવારજનોના જુલ્મના કારણે તેને આપઘાત કરી લીધો હતો. 

આ પણ વાંચો – જગુદણ હાઈવે પાસેથી નકલી નંબર પ્લેટવાળી કાર સાથે 2 આરોપી ઝડપાયા

યુવતીએ આપઘાત કરી લેતા પરિવારના લોકોએ તેની લાશને સળગાવી રફાદફા કરવાની કોશીષ કરી હતી. પંરતુ લાશ મેઘાણીનગરમાંથી મળતા પોલીસ તપાસમાં ઘટસ્પોટ થયો હતો. આ બનાવ સામે આવતા પોલીસે યુવતીના પીતા સહીત 6 સભ્યોની ધરપકડ કરી લીધી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.