મહારાષ્ટ્રના સેલસુરા પાસે એક ભયાનક રોડ અકસ્માત થયો છે જેમાં ૭ મેડિકલ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. એવા અહેવાલ છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિજય રહંગદલેના પુત્રનું નામ પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ છે.
આ અકસ્માત સોમવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓ વર્ધા તરફ જઈ રહ્યા હતા. પીએમઓએ આ અકસ્માતના મૃતકોના પરિવારજનોને બે-બે લાખ આપવાની જાહેરાત કરી છે.જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ સાવંગીની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર કાબૂ બહાર નીકળીને પુલ તોડી નદીમાં પડી ગઇ હતી. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ વિદ્યાર્થીઓ ૨૫ થી ૩૫ વર્ષની વયજૂથના હતા
હાલ પોલીસ અને વહીવટીતંત્ર વધુ તપાસ કરી રહ્યું છે. મૃતકોની ઓળખ નીરજ ચવ્હાણ, અવિશ રહંગદલે, નિતેશ સિંહ, વિવેક નંદન, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ અને પવન શક્તિ તરીકે થઈ છે. રહંગદલે તિરોડા ગોરેગાંવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને પીએમએનઆરએફ તરફથી વળતર તરીકે ૫૦,૦૦૦ રૂપિયા મળશે
પોલીસે આ અંગે જણાવતા કહ્યુ કે, વિદ્યાર્થીઓ કારમાં સેલસુરા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની કારની સામે એક જંગલી પ્રાણી દેખાયું. પ્રાથમિક તપાસ મુજબ, કાર ચલાવી રહેલા વ્યક્તિએ પ્રાણીથી બચવા માટે વ્હીલ પર જાેરથી વળાંક લીધો હતો. પરિણામે વાહન પુલની નીચે ખાડામાં પડી ગયું હતું. વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યું હતું કે, આ કારણે વિદ્યાર્થીઓના મોત થયા હતા
(ન્યુઝ એજન્સી)