કડીની સરકારી શાળા પાસે 6 જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી તાલુકામાં ચાલી રહેલા જુગાર પ્રોહીબિશનના કેસો ઉપર અંકુશ લાવવા જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપેલી સુચનાના અનુસંધાનમાં સ્થાનીક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે પેટ્રોલીંગ શરૂ કરતાં પોલીસને ખાનગીમાં બાતમી મળી હતી કે કડી પટેલ ભુવન પાસે આવેલ સરકારી સ્કૂલની પાસે ખુલ્લી  જગ્યાએ કેટલાક લોકો જુગાર રમી રહયા છે.  જેની પોલીસે તપાસ કરી રેઇડ કરતા જુગાર રમતા 6 જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા.  પોલીસ દ્વારા મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
આ અંગેની મળતી માહીતી મુજબ કડીની સ્થાનીક પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન  બસ સ્ટેશન નજીક પોહચતા ખાનગીમાં બાતમી મળી હતી. પટેલ ભુવન પાસે સરકારી સ્કૂલની પાસે ની ખુલ્લું જગ્યાએ કેટલાક લોકો ભેગા મળીને પોતાના આર્થીક ફાયદાઓ માટે જુગાર રમી રહયા છે. જેની પોલીસે હકીકત મેળવિ તપાસ કરી રેડ કરતા સ્થળ ઉપરથી  6 આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. 
 

ઝડપાયેલ આરોપીઓના નામ 

  1. પટણી મુકેશભાઇ પરથીભાઇ
  2. મકવાણાભરતભાઈ નથુભાઈ
  3. પરમાર જીગ્નેશ ભાઈ જીવણભાઈ
  4. રાઠોડ અમિતભાઈલક્ષ્મણભાઈ
  5. ચાવડા રાજેશભાઈ રતીલાલ
  6. પરમાર વિશાલ ભરતભાઈ

ઝપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ

રોકડ રૂપિયા 25,130, મોબાઇલ નંગ 5ની કિંમત 16,000/- કુલ 41,130 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.