તસ્વીર - જયદીપ દરજી
ગરવી તાકાત, કંપડવંજ
          
કપડવંજ શહેરની બેંક ઓફ બરોડા શાખાના ફરજ બજાવતા અમદાવાદના પાંચ કર્મચારી ,કપડવંજના બે અને નડિયાદનો એક કર્મચારી એમ કુલ આઠ કર્મચારી કોરોના પોઝિટિવ આવતા બેંકનું કામકાજ બંધ કરવામાં આવ્યું. આમ એક સાથે મોટાભાગના કર્મચારીઓ પોઝિટિવ આવતા ખાતા ધારકોને પોતાનાં નાણાં માટે હાલાકી ભોગવવી પડશે.

આ પણ વાંચો – પાલનપુર શહેરમાં ટ્રાફિક જામમાં ઇમરજન્સી સેવા આપતી ૧૦૮ ફસાઈ 

કપડવંજ આસિસ્ટન્ટ કલેકટરશ્રીના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ પછી સ્થિતિની સમીક્ષા બાદ બેંકનું કામકાજ શરૂ કરવા વિચારણા કરાશે. હાલ આ સ્થિતિમાં બીઓબીના ગ્રાહકોને તોરણા, અંતિસર અને કઠલાલની શાખાઓની સેવા લેવા અનુરોધ બેંકના મેનેજર શ્રી એ આદેશ કર્યો છે.
અહેવાલ,તસ્વીર – જયદીપ દરજી