ગુજરાતમાં ૫ આઇપીએસ અધિકારીઓ સંક્રમિત, શાળાઓમાં પણ વધ્યો કોરોનાનો કેર

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યા  છે. બુધવારે સવારે અહીં પાંચ આઇપીએસ ઓફિસરો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આમાં છઝ્રજી (આરોગ્ય) મનોજ અગ્રવાલ, પ્રમુખ સચિવ (નાણા) જેપી ગુપ્તા, સચિવ (પર્યટન) હારિત શુક્લા, કમિશનર (આરોગ્ય) જેપી શિવહરે, મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલનો સમાવેશ થાય છે

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૬૪ નવા દર્દીઓ મળી આવ્યા છે. અમદાવાદમાં જ ૬૬૫ કેસ નોંધાયા છે. મંગળવારે કુલ ૨,૨૬૫ નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૧,૨૯૦ કેસ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૮૩૭,૨૯૩ દર્દીઓ મળી આવ્યા છે. એકલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અડધાથી વધુ કેસ નોંધાયા છે. હાલમાં ગુજરાતમાં ૭,૮૮૧ એક્ટિવ કેસ છે. મંગળવારે બે દર્દીઓએ વાયરસથી દમ તોડ્યો હતો. મૃત્યુ પામેલા દર્દીઓ પૈકી એક નવસારીના અને બીજાે ભાવનગરનો છે

ગુજરાતમાં બાળકોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘણા મોટા શહેરોમાં શાળાઓ બંધ કરવી પડી છે કારણ કે બાળકોમાં કોરોના વિસ્ફોટ થયો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪૪ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. જ્યારે ૧૦ શાળાઓ પણ બંધ કરવી પડી છે. સુરતમાં સ્થિતિ વધુ ખરાબ જાેવા મળી રહી છે. અહીં ૧૦-૧૫ દિવસમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. શહેરની ૭ શાળાઓ બંધ કરવાનો ર્નિણય લેવાયો હતો. રાજકોટમાં પણ એક દિવસમાં ૧૩ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉપલેટાની શાળામાં ૧૦ બાળકોને ચેપ લાગ્યો હતો

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.