મહેસાણાના નુગર બાયપાસ પાસેથી 6.86 લાખનુ બાયોડીઝલ ઝડપાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા બાયપાસ હાઈવે પરના નુગર સર્કલ પાસે આવેલ એક પંપ પરથી શનિવારે એસઓજી પોલીસના રિપોર્ટના આધારે મામલતદારની પુરવઠા શાખાએ રૂ. 6.86 લાખની કિંમતનું 8800 લીટર બાયોડિઝલનો જથ્થો ઝડપી સીઝ કર્યો હતો. પુરવઠા વિભાગની ટીમે મળી આવેલ બાયોડિઝલનો જથ્થાનો નમુનો લઈ પૃથ્થકરણ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે.

મહેસાણાના બાયપાસ હાઈવે પરના નુગર સર્કલ પાસે આવેલ જય ગુરૂદેવ એન્ટરપ્રાઈઝ નામના બાયોડિઝલ પંપ પર ગેરકાયદેસર રીતે બાયોડિઝલનો જથ્થો સંગ્રહ કરી તેનું વાહનોના ઈંધણ સહિતના ઉપયોગ માટે વેચાણ કરવામાં આવી રહેલ બાતમી આધારે મહેસાણા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગૃપે તપાસ હાથ ધરતાં બાયોડિઝલનો જથ્થો ઉપરોક્ત પંપ પરથી મળી આવ્યો હતો.

આ પણ વાંચો – પાલનપુરના મોરવાડા પાસેથી 14.44 લાખનો ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

આ બાબતે તપાસ તેમજ કાર્યવાહી કરવા માટે કાર્યક્ષત્રે પુરવઠા વિભાગને આવતું હોઈ પોલીસે રિપોર્ટ તૈયાર કરી મહેસાણા મામલતદારને સુપ્રત કર્યો હતો. જેમાં રૂ6. 86 લાખની કિંમતનો 8800 લીટર શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો મળી આવ્યાનુ સામે આવ્યુ હતુ.  શંકાસ્પદ બાયોડિઝલનો નમૂનો લઈ પૃથ્થકરણ અર્થે FSL ખાતે મોકલી અપાયો હતો. એવામાં વધુ કાર્યવાહી માટે બાયોડિઝલના જથ્થાને સિઝ કરવામાં આવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.