ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત બે દિવસમાં 57,779 કિશોરોને રસી આપી દેવામાં આવી હતી. પ્રથમ દિવસે 27,790 અને બીજા દિવસે 29,989 મળીને કુલ લક્ષાંકના 55 ટકા કિશોરોને રસી આપી દેવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે
અત્યાર સુધીમાં સૌથી વધારે રસીકરણ જોટાણા તાલુકામાં 68.7 ટકા અને સૌથી ઓછું કડી તાલુકામાં 48.1 ટકા થયું છે. મંગળવારે બહુચરાજી તાલુકામાં 1100, જોટાણા તાલુકામાં 818, કડીમાં 5054, ખેરાલુમાં 1778, મહેસાણામાં 7388, સતલાસણામાં 1330, ઊંઝામાં 1993, વડનગરમાં 2382, વિજાપુરમાં 4313 અને વિસનગર તાલુકામાં 3833 છાત્રોને રસી અપાઇ હતી. ઉલ્લેખનિય છે કે, બાળકોમાં રસીકરણમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
મારા દાદાએ વેક્સિન લીધી હોત તો બચી જાત
પરા માધ્યમિક શાળામાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનાર બંસરી પંચાલે કહ્યું કે, બીજી લહેરમાં મારા દાદા બળદેવભાઈનું કોરોનાથી અવસાન થયું હતું. તેમણે વેક્સિન લીધી હોત તો બચી શક્યા હોત. તેથી મેં પણ વેક્સિન લીધી છે
બીજી લહેરમાં મારા દાદાને બચાવી શકાયા હોત
અમરપરામાં દેવદર્શન સોસાયટીમાં રહેતી અને પરા શાળામાં રસી લેનાર માયા રાઠોડે કહ્યું કે, મારા પિતાના કાકા ધનજીભાઈને બીજી લહેરમાં કોરોના થતાં બચાવી શકાયા નહોતા. અમે વેક્સિન લેવાની તક મળતાં લઈ લીધી છે
મહેસાણા : 15 થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ |
|||||
તાલુકો | 3 જાન્યુ. | 4 જાન્યુ. | લક્ષાંક | રસીકરણ | ટકા |
1. બહુચરાજી | 793 | 1100 | 3753 | 1893 | 50.4 |
2. જોટાણા | 951 | 818 | 2575 | 1769 | 68.7 |
3. કડી | 3754 | 5054 | 18323 | 8808 | 48.1 |
4. ખેરાલુ | 2634 | 1778 | 7099 | 4412 | 62.1 |
5. મહેસાણા | 6483 | 7388 | 26918 | 13871 | 51.5 |
6. સતલાસણા | 1239 | 1330 | 5212 | 2569 | 49.3 |
7. ઊંઝા | 2613 | 1993 | 7664 | 4606 | 60.1 |
8. વડનગર | 1925 | 2382 | 8622 | 4307 | 50 |
9. વિજાપુર | 3342 | 4313 | 11698 | 7655 | 65.4 |
10. વિસનગર | 4056 | 3833 | 12261 | 7889 | 64.3 |
કુલ | 27790 | 29989 | 104125 | 57779 | 55.5 |