ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના માલપુર મેઘરજ વિસ્તારના પ્રજાજનો માં આનંદ છવાયો સમગ્ર રાજ્ય માં પાણી ની અછત વર્તાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા ના મેઘરજ અને માલપુરનાં 48 તળાવો ભરવા 56.90 કરોડ મંજૂર, કરેલ છે અરવલ્લી જિલ્લાનાં 44 તળાવો લિફ્ટ ઇરિગેશનથી ભરવા અગાઉ 18 કરોડ મંજૂર કરાયા હતા. અરવલ્લી જિલ્લાના કેટલાય ગામોમાં પાણી વગર વલખાં મારતી મહિલાઓને લાંબી કતારોમાં ઉભા રહી પાણી મેળવવાનો વારો આવ્યો છે.

પાણી માટે અગાઉ બાયડ માલપુર મત વિસ્તાર ના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા એ રાજ્યકક્ષાના પાણી પુરવઠામંત્રીને લેખિતમાં માલપુર અને મેઘરજ તાલુકાના તળાવો ભરવાના કામની વહીવટી મંજૂરી માટે જણાવ્યું હતું. બીજી બાજુ અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકામાં પીવાના પાણી માટે લોકો ફાંફા મારી રહ્યા છે. તાજેતરમાં તો મેઘરજ તાલુકાના પહાડીયા નવી વસાહતના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી હિજરત કરવાની પણ ચિમકી આપી હતી. ત્યારે અરવલ્લી જિલ્લામાં પાણીનો પ્રશ્ન વિકટ છે.

જેના પગલે અરવલ્લી જિલ્લામાં નર્મદા જળસંચય પા. પુ. અને કલ્પસર વિભાગ દ્વારા માલપુર-મેઘરજ તાલુકાના 48 તળાવો લિફ્ટ ઇરિગેશન થી ભરવા 56.90 કરોડ મંજુર કરવામાં આવ્યા છે અને તેની ટેન્ડર પ્રક્રિયા સુધીની કામગીરી પણ ટુક સમયમાં હાથ ધરાશે. જિલ્લામાં ગત ચોમાસ દરમિયાન સૌથી ઓછો મેઘરજ તાલુકામાં વરસાદ નોધાયો હતો જેના કારણે ઉનાળાની શરૂઆત થીજ મેઘરજ તાલુકામાં જળ સ્તર ઘટતાં તાલુકામાં આવેલા ૨૦૦ થી વધુ તળાવો સુકા ભઠ્ઠ બન્યા છે. જયારે કુવા બોરમાં પણ જળ સ્તર તળિયે ગયા છે. જેના કારણે જિલ્લાના મેઘરજ તાલુકામાં અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

તાલુકાના ૧૨૯ ગામોમાં પાણીના અભાવે ઘાસચારાની મોટી સમસ્યા ઉભી થઇ છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓ માલપુર, ભિલોડા, બાયડ, ધનસુરા અને મોડાસાના કેટલાય ગામોમાં પીવાના તેમજ સિંચાઈ માટેના પાણીની અછત વર્તાઈ રહી છે. કેટલાક ગામોમાં તો મહિલાઓ ને માથે બેડાં મુકી એક થી બે કિલોમીટર સુધી દુર જઈને પાણી લાવવાની ફરજ પડી રહી છે. અગાઉ અરવલ્લી જિલ્લામાં લિફ્ટ ઇરિગેશન દ્વારા 44 તળાવો ભરવા રૂ.18 કરોડની રકમ ની દરખાસ્ત હતી પણ તેમાં લોક પ્રતિનિધિઓની રજૂઆતને ધ્યાને લઈને હવે 48 તળાવો લિફ્ટ ઇરિગેશનથી ભરવા રૂ.56.90 લાખની માતબર રકમ મંજુર કરવામાં આવી છે.

તદનુસાર વાત્રક ડાબી સાઈડના માલપુર-મેઘરજ તાલુકાના રાયવાડા લાઇનના 19 તળાવો ભરવા માટે હવે રૂ.36.07 કરોડ જ્યારે વાત્રક જમણા કાંઠાના  ટીસ્કી બડોદરા લાઇનના 29 તળાવો ભરવા માટે રૂ.20.23 કરોડની રકમ મજૂર કરવામાં આવી છે.હવે આ બન્ને તાલુકાના વાત્રક ડાબા અને જમણાકાંઠાના મળી કુલ 48 તળાવો લિફ્ટ ઇરિગેશન દ્વારા ભરવામાં આવશે. આ અંગે જરૂરી ટેન્ડર વગેરે પ્રક્રિયા હવે હાથ ધરાશે. અગાઉ માલપુર-બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલને પત્ર લખી વાત્રક ડેમની ઉપરવાસમાં માલપુર ગામ પાસે વેલ પોઇન્ટ બનાવી માલપુર-મેઘરજ ના તળાવો ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગના ઉપસચિવે વાત્રક યોજના નહેર વિભાગના કાર્યપાલક ઈજનેરને હુકમ કર્યો નર્મદા જળ સંપદા પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપ સચિવ કે.સી.ચૌહાણે વાત્રક યોજના નહેર વિભાગ મોડાસાના કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવી આ યોજનાના વિગતવાર અંદાજો, ટેન્ડર પ્રક્રિયા સુધીની કામગીરી માટે કન્સલન્ટન્ટની નિમણૂંક કરી સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું.

અગાઉ ૪૪ તળાવો ભરવાના થતા હતા. પરંતુ લોકોને પડતી પાણી માટેની મુશ્કેલીઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા હવે ૪૮ તળાવો ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. કયાં તળાવો ભરવા મંજૂરી અપાઈ ? નર્મદા જળ સંપદા પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપ સચિવના પત્રમાં જણાવાયું હતું કે માલપુર-ગોધરા હાઈવેથી વાત્રક નદીના જમણા કાંઠા વેલપોઈન્ટ બનાવી માલપુર-મેઘરજ તાલુકાના ટીસ્કી-બડોદરા લાઈના ૨૭ તળાવો ભરવાનું કામ કરાશે. જ્યારે માલપુર ગોધરા હાઈવેથી વાત્રક નદીના ડાબા કાંઠા વેલ પોઈન્ટ બનાવી માલપુર-મેઘરજ તાલુકાના જનજેરી, રાયવાડા લાઈનના ૧૯ તળાવો ભરવાનું કામ કરવા જણાવાયું હતું.

Contribute Your Support by Sharing this News: