મહેસાણા જિલ્લામાંથી 56 હજાર કોનોકાર્પસ વૃક્ષોનો નાશ કરાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

કોનોકાર્પસ વૃક્ષો જમીન અને આરોગ્ય બંને માટે હાનિકારક હોવાનો પરિપત્ર રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો

મૂળ જમીનમાં ઊંડે સુધી જઇ ખૂબ વિકાસ કરે છે અને એના જ કારણે જમીનમાં પાથરવામાં આવેલ કેબલ, ડ્રેનેજલાઈન અને તાજા પાણીની વ્યવસ્થા ને નુકસાન કરે છે.

કોનોકાર્પસ વૃક્ષોના કારણે શરદી, એલર્જી અને અસ્થામાં થાય છે

ગરવી તાકાત, મહેસાણા તા. 28- મહેસાણા જિલ્લામાં 8 વર્ષમાં ઉછેરેલા 56 હજાર કોનોકાર્પસના વૃક્ષોનો નાશ કરવામાં આવશે.  મહેસાણા જિલ્લામાં 56 હજારથી વધુ કોનોકાર્પસના રોપા વૃક્ષ બની ગયા છે. મહેસાણા જિલ્લાની એક પણ સરકારી નર્સરીમાં કોનોકાર્પસના રોપા તૈયાર કરાતાં ન હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. હોટેલ કે ફાર્મ હાઉસ પર શોભા વધારતા કોનોકાર્પસ વૃક્ષો જમીન અને આરોગ્ય બંને માટે હાનિકારક હોવાનો પરિપત્ર રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સંશોધન અહેવાલો મુજબ કોનોકાર્પસ વૃક્ષ માનવજીવન પર નકારાત્મક અસરો કરે છે.

તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઇ ખૂબ વિકાસ કરે છે અને એના જ કારણે જમીનમાં પાથરવામાં આવેલ કેબલ, ડ્રેનેજલાઈન અને તાજા પાણીની વ્યવસ્થા ને નુકસાન કરે છે. આ સિવાય એની પરાગરજના કારણે શરદી, એલર્જી અને અસ્થામાં થાય છે. માટે આ વૃક્ષો વન વિભાગની નર્સરીમાં ઉછેરવા તેમજ એનું વાવેતર કરવું નહીં તેમજ લોકજાગૃતિના કાર્યક્રમો પણ કરવા સૂચના અપાઈ છે. જેને પગલે મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષ દરમિયાન 56 હજાર કોનોકાર્પસના વૃક્ષો વાવવામાં આવ્યાં હતા. ત્યારે મહેસાણા જિલ્લામાંં રહેલા 56 હજાર વૃૃૃક્ષોને કાપી નાખવામાં આવશે.

કોનોકાર્પસ વૃક્ષ અંગે ગુજરાત વનવિભાગ દ્વારા પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ વિશે નર્સરીમાં હવે આનો ઉછેર નહીં કરાય. નવા વૃક્ષારોપણ હેઠળ હવે આ છોડ રોપવામાં નહીં આવે. જ્યાં આ છોડ છે ત્યાં 5-6 ફૂટથી ઉપરના છોડનું ટ્રિમિંગ કરવાનું શરૂ કરી દેવાઈ છે.  કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડા જવાથી પાઇપલાઇન અને કેબલને નુકસાન કરે છે.

મૂળ ઊંડે સુધી વધવાને કારણે જમીન નીચેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમી છે. વનસ્પતિનો મૂળ ગુણ ઊંડે સુધી મૂળને સ્થાપિત કરવાનો છે. કોનોકાર્પસ અંગે નિયમન અને નિયંત્રણ ખૂબ જરૂરી છે. પુષ્પમાં ઉત્પન્ન થતી પરાગરજ શ્વાસમાં જતા નુકસાન કરતા હોય છે. આ સિવાયના પણ ઘણા વૃક્ષની પરાગરજ નુકસાન કરતા હોય છે. ભૂગર્ભજળને ઊંચા લાવવાની ક્ષમતા કોનાકાર્પસમાં રહેલી છે.

ઘણીવાર ખરાશને વધતી અટકાવવા માટે પણ કોનોકાર્પસ ઉપયોગી સાબિત થતી હોય છે. ઉલ્લેખનીય છે કે વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગ દ્વારા આદેશ કરાયો છે. સમગ્ર ગુજરાતમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પણ પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.