આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ધામા નાંખ્યા : દવાના છંટકાવની કામગીરી શરૂ

ગરવીતાકાત,ધાનેરા: ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ૮ વર્ષીય બાળકનું કોન્ગો ફીવરના રોગથી મોત નિપજતા મોત નિપજ્યું છે. જેને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાથે સાથે બાળકના પરીવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે અને આરોગ્ય વિભાગની ટીમે પણ ગામમાં દવાના છંટકાવ સહિતની કામગીરી આરંભી દીધી છે.

ધાનેરા તાલુકા ના ફતેપુરા ગામ માં કોન્ગો ફીવરથી ૮ વર્ષીય બાળક નું મોત થતા પરિવાર અને ગામ માં શોક ની લાગણી ફેલાઇ જવા પામી છે અને ગામ માં આરોગ્ય વિભાગે અને પશુપાલન વિભાગ ના તમામ અધિકારીઓ પણ યુદ્ધ ના ધોરણે દવાઓ છંટકાવની કામગીરી શરૂ કરી દીધી છે. જો કે આ બાબતે તાલુકા હેલ્થ અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આ કેશ શંકાસ્પદ છે રિપોર્ટ પુના ખાતે મોકલેલ છે. ધોરણ બે માં . ભણતા કપિલ નામના આઠ વર્ષીય બાળક નું મોત થતા હાલ તો સમગ્ર ગામમાં ગમગીન નો માહોલ છવાઈ જવા પામ્યો છે. બીજી બાજુ ગામમાં આરોગ્યવિભાગ અને પશુ ચિકિત્સકોની ટીમે પણ ગામ માં સર્વે હાથ ધરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

તસ્વીર અહેવાલ પ્રકાશ ડાભી ધાનેરા (બનાસકાંઠા)

Contribute Your Support by Sharing this News: