— પાંચોટ ગામે વેરાઈમાતાના મંદિર સામે જુગાર રમતા હતા
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મહેસાણા તાલુકા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.એસ.આઈ એમ.બી. વાઘેલા પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન ચોક્કસ બાતમી આધારે મહેસાણા નજીક પાંચોટ ગામે વેરાઈમાતાના મંદિર સામે આવેલ ચોતરો તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાંચ ઈસમોને જુગારના મુદામાલ સહિત ઝડપી પાડ્યા હતા.
પોલીસની રેડ દરમિયાન ઝડપાયેલા જુગારીઓ પટેલ મનીષકુમાર, પટેલ અંકિતકુમાર, પટેલ કિરણકુમાર, પ્રજાપતિ જગદીશભાઈ, ઝાલા કલ્પેશસિંહ તમામ રહે. પાંચોટ રૂા.ર૦,૮૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ જવા પામ્યા હતા.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા