બેન્કની સાથે છેતરપીંડી કરનાર મેવાતી ગેંગના 5 ઝડપાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— એટીએમમાં ટ્રાન્જેક્શન પ્રક્રિયા કરી :

— હોમ બ્રાન્ચમાં કમ્પલેન નોંધાવી છળકપટથી નાણાં રિફંડ મેળવીે ઠગાઈ આચરતા હતા :

ગરવી તાકાત પાલનપુર : એટીએમમાં ટ્રાન્જેકશન પ્રક્રિયા કરીને સીફતપૂર્વક છેતરપીંડી આચરનાર મેવાતી ગેગના પાંચ સભ્યોને થરાદ પોલીસે ઝડપી લીધા હતા.તેમની સામે ગુનો દાખલ કરીને આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

એટીએમ માં જઈ પોતાના પાસે ના  ટ્રાન્જેક્શન પ્રક્રિયા કરી રોકડ  આવે તરત પાવર કટ કરી ટ્રાન્જેક્શન એરર દર્શાવી તેઓના એકાઉન્ટ ની હોમ બ્રાન્ચ માં કપ્લેન નોંધાવી નાણાં રિફંડ કરાવી બેન્ક સાથે છળકપટ કરી બેન્ક સાથે છેતરપીંડી કરતી ગેગનો પર્દાફાશ થયો. થરાદ ટાઉનમાંથી મેવાતી ગેંગના ૫ માણસો ને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

હરિયાણા  અને રાજસ્થાન મેવાતી ગેંગના માણસો બેન્કના એટીએમ માં જઈને પોતાના પાસેના એટીએમ દ્વારા  ટ્રાન્જેક્શન પ્રક્રિયા કરી એટીએમ મશીન માંથી રોકડ રકમ બહાર આવે એટલે તરત જ એટીએમ નો પાવર કટ કરી ટ્રાન્જેક્શન એરર  દર્શાવી તેઓના એકાઉન્ટની હોમ બ્રાન્ચમાં કંપ્લેન નોંધાવી નાણાં રિફંડ કરાવી બેંક સાથે છળકપટ છેતરપિંડી કરતી ગેંગનો થરાદ પોલીસે પર્દાફાશ કર્યો  હતો. જેમાં આમીરખાન ,શાકિર, સોનુકુમાર, એજાજખાન  અને એજાજખાન ને ઝડપાઈ ગયા હતા.

— પકડાયેલા ઇસમો :

(૧) આમીરખાન સ/ઓ હારુનખાન ભોલુખાન જાતે.મેઉ રહે.પીપરોલી, તા.પુનહાલા, જિલ્લા.નુહુ(હરિયાણા)

(૨) શાકિર સ/ઓ કમરુદ્દીન સુમેર જાતે.મેઉ રહે.સિંગાર, તા.પુનહાલા, જિલ્લા.નુહુ(હરિયાણા)

(૩) સોનુકુમાર સ/ઓ ભીમસિંહ ભજનલાલ જાતે.મેઘવાલ રહે.થાના ઘોડા, તા.કિશનગઢ વાસ, જિલ્લા.અલવર(રાજસ્થાન )

(૪) એજાજખાન સ/ઓ નવાબખાન ઉદેભાન જાતે.મેઉ રહે.બાદલી, તા.પુનહાલા, જિલ્લા.નુહુ(હરિયાણા)

(૫) શૌકીનખાન સ/ઓ ઈલિયાસખાન સુમેરીખાન જાતે.મેઉ રહે.લુહિંગા કલ્લાં, તા.પુનહાલા, જિલ્લા.નુહુ(હરિયાણા)

તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.