ગત રાત્રિએ ખેડામાં એક ગંભીર અકસ્માત થયો હતો. જેમા કુલ 5 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. કપડવંજ નડિયાદ રોડ ગત રાત્રિએ સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક શખ્સને સારવાર અર્થે કઠલાલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યા તેનું સારવાર દરમિયાન મોત થયુ છે. આમ આ અકસ્માતમાં કુલ ૫ લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. જણાવી દઇએ કે, કાર કપડવંજથી કઠલાલ તરફ આવી રહી હતી તે દરમિયાન પોરડા પાસે આ અકસ્માત સર્જાયો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સ્વીફ્ટ કાર ટેન્કરને ઓવરટેક કરવા જતા અથડાઈ હતી, જાેતજાેતામાં કાર આ અક્સ્માતમાં કૂચ્ચો થઇ ગઇ હતી. ટેન્કર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને કારમાં હાજર લોકોમાંથી 4 લોકોનાં મોત થયા હતા.
આ કરુણ ઘટના બની ત્યારે રોડ પૂરી રીતે બ્લોક થઇ ગયો હતો. આ અકસ્માત કેટલો ભયાનક છે તેનો અંદાજાે સ્વીફ્ટ કારની હાલત જાેઇને સમજી શકાય છે. આ અકસ્માતમાં બે મૃતકત સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાનાં બાબાજીપૂરાનાં છે. જ્યારે અન્ય બે મૃતક અમદાવાદ જિલ્લાનાં વિરમગામ તાલુકાનાં ચેજરા અને વસવલિયાનાં હોવાનુ સામે આવી રહ્યુ છે.