કડી તાલુકાના ગામેથી LCBએ જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોએ ઝડપી પાડ્યા છે. મહેસાણા LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, ગામના ચરામાં ઝાડ નીચે કેટલાંક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેને લઇ LCBએ પંચોને સાથે રાખી રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ LCBએ સ્થળ પરથી પાંચ ઇસમોને રોકડ રકમ સહિત 1.16 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની સામે બાવલુ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.
મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે ગોહિલે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે દિશામાં કામ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB PSI એ.કે.વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારી કડી તાલુકાના આંબલીયારા ગામના ચરામાં લીંબડાના ઝાડ નીચે જુગાર રમતાં ઇસમો સામે કાર્યવાહી કરી હતી. આ સાથે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ઇસમોને ઝડપી પાડ્યા હતા.
મહેસાણા LCBની ટીમે બાવલુ પંથકમાં જુગારની રેઇડ કરતાં જુગારીઓમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. ગઇકાલે બપોરના સમયે કરાયેલ કાર્યવાહીમાં ઇસમોની અંગઝડતીમાંથી મળેલ રોકડ રકમ રૂ.43,300, દાવ પરથી મળી આવેલ રોકડ રકમ રૂ.5,500, મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂ.68,000 મળી કુલ કિ.રૂ.1,16,800નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સાથે અમરસંગ ઉર્ફે સતીષ ઠાકોર, મૌસીન મલેક, આરીફ ઉર્ફે ટારજન, જીતેન્દ્રકુમાર ઉર્ફે મનુજી અને કેતન પટેલ સહિતનાને ઝડપી તેમની સામે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે બાવલુ પોલીસે ઇસમો વિરૂધ્ધ આઇપીસી 188, 269, મહામારી અધિનિયમની કલમ 3 અને જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબુ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.