ગરવી તાકાત કાંકરેજ : થરા પોલીસ ને ખાનગી બાતમી મલી કે અધગામની સીમામાં ખુલ્લી જગ્યાએ કેટલાક ઈસમો ભેગા મળી પૈસા થી ગંજીપાના વડે હાર જીત નો જુગાર રમી રમતા હોઈ જે ખાનગી રહે હકીકત આધારે થરા પોલીસ ને જાણ થતા થરા પોલીસ સ્ટાપે રેઈડ કરતા (1)માનસુંગભાઈ ભેમાભાઈ ચૌધરી રહે અધગામ તાલુકો કાંકરેજ (2)ભાયરામભાઈ રામસુંગભાઈ જોશી રહે દેલવાડા તાલુકો દીઓદર.(3)રમેશભાઈ જેસુંગભાઈ રહે દીઓદર આદર્શ હાઈસ્કૂલ ની પાછળ હોમ પાર્ક સોસાયટી દીઓદર. (4)પ્રકાશભાઈ રતિલાલ ઠક્કર રહે દીઓદર જલારામ પાર્ક દીઓદર. (5)મુકેશભાઈ રણછોડભાઈ દવે રહે માળીવાસ દીઓદર.
આ પાંચેય ગંજી પાના હેઠળ હાર જીત નો જુગાર રમતા તેમની પાસે થીરોકડ રકમ કી.32.500 નો મુદામાલ કબજે કરેલ તેમજ ઈશ્વરભાઈ ધુડાભાઈ ચૌધરી તથા બકાભાઈ ઉર્ફે સુરેશભાઈ ચૌધરી બન્ને રહે અધગામ તાલુકો કાંકરેજ વાળાઓ સ્થળ પર થી નાસી ગયેલ હોઈ જે આધારે થરા પો.સ્ટે.પાર્ટ.બી. ગુ ર.નં.11195051220478/2022. જુગાર ધારા કલમ 12 મુજબ ની ફરિયાદ દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ