ખબર નહી કેમ જુગારીઓએ શ્રાવણ મહિનાને જુગાર મહીનો બનાવી દીધો છે?

નાયબ પોલીસ મહાનીરીક્ષક સાહેબ મનીદર પ્રતાપ પવાર સાહેબ જુનાગઢ રેન્જ તથા  પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ  અધિક્ષક  સાહેબ જે. બી. ગઢવી સાહેબની સુચના મુજબ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન જુગારની બદી નેસ્ત નાબુદ  કરવા કડક હાથે કામ લેવાની સુચના કરતા વંથલી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત PSI બી.કે.ચાવડા એ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપતાવંથલી પોલીસ સ્ટેશન ના પો.હેડ.કોન્સ એસ.ડી. સોંદરવા અને પો.કોન્સ ભરતસિંહ સીસોદીયાને ખાનગી રાહે બાતમી મળેલ હતી.
વંથલી તાલુકાના આખા ગામના સ્વામિનારાયણ મંદીરની બાજુમાં રહેતા વિક્રમ ઉકાભાઇ જીલડીયા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં  બહારથી માણસો બોલાવી ને ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા માટે નાલના પૈસા ઉધરાવી જુગાર નો આખાડો ચલાવે છે.
જેથી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા વિક્રમ ઉકાભાઇ જીલડીયા, દિનેશ મુળુભાઇ ડાંગર,  નારણભાઇ રામભાઇ જલુ, રાજેશ બાવાભાઇ જલુ,  જીતેન્દ્ર ખીમાભાઇ જલુ ને જુગાર રમતા ઝડપી પાડયા  અને પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 42,430 તથા મોબાઇલ ફોન પાંચ કિ.રૂપિયા 12,500 મળી કુલ મુદ્દામાલ રૂપિયા 54,930 સાથે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ બી.કે.ચાવડા,શૈલેષભાઇ સોંદરવા,પૃથ્વીરાજસિંહ વાળા,ભરતસિંહ સીસોદીયા,સોમાતસિંહ સીસોદીયા,જનકસિંહ સીસોદીયા,વિજયભાઈ બાબરીયા,નરેશભાઈ શીંગરખીયા,બાલુભાઈ બાલસ દ્વારા સાથે રહીને આ ધરપકડ કરી હતી.
Contribute Your Support by Sharing this News: