આચારસંહિતાના ગણતરીના દિવસોમાંં સોના સહિત 5.92 કરોડની મત્તા ચૂંટણી તંત્રએ કબજે કરી 

શેર કરવા અહીં ક્લિક કરો.

આચારસંહિતાના ચાર દિવસમાં જ 2.28 કરોડના સોના સહીત 5.92 કરોડની મતા જપ્ત 

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજયમાં 756 ફલાઈંગ સ્કવોડ કાર્યરત કરી દીધી

ગરવી તાકાત, ગાંધીનગર,તા.21 – રાજયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ ચૂંટણી આચાર સંહીતાની શરૂઆત કરી દીધી છે. જેના પગલે તમામ રાજકીય પક્ષો અને તેમના કે અપક્ષ ઉમેદવારો માટે નકકી કરવામાં આવેલી ચૂંટણી ખર્ચની મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધીત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજયમાં 756 ફલાઈંગ સ્કવોડ કાર્યરત કરી દીધી છે.

ચૂંટણી પંચના આદેશ અનુસાર આ ટીમોએ તેમની કડકાઈપૂર્વકની કામગીરી પણ પ્રારંભી દીધી છે પરીણામે આ ટીમોએ અત્યાર સુધીમાં રૂા.1.35 કરોડની કિંમતની 39,584 લીટર દારૂ, રૂા.2.28 કરોડની કિંમતનું 3.41 કિલો સોનું અને ચાંદી મોટરકાર, મોટર સાયકલ અને અખાદ્ય ગોળ સહીતની રૂા.2.27 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂા.5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરી છે.

આ ઉપરાંત 16 મી માર્ચ-2024 ના રોજ ચુંટણી જાહેર કરાઈ ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર રાજયમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ રૂા.1,47,195 તથા ખાનગી મીલકતો પરથી કુલ 54.924 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર બેનરો તથા પ્રચાર પ્રસાર સબંધી જાહેરાતો દુર કરવામાં આવી છે.રાજયનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચાર સંહીતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતનાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી (સી વીજીલ) મોબાઈલ એપ પર 16 મી માર્ચથી 30 માર્ચના ગુરૂવાર સુધીમાં કુલ 218 ફરીયાદો મળી છે.

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શીકા અનુસાર આ તમામ ફરીયાદોનો તાત્કાલીક અસરથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે એવી જ રીતે નેશનલ ગ્રીવન્સીસ સર્વીસ પોર્ટલ ઉપર પણ આજદિન સુધી મતદાર ઓળખપત્ર અંગેની 942, મતદાર યાદી સંબંધી 68, મતદાર કાપલી સબંધી 20 તથા અન્ય 321 મળી કુલ 1,351 ફરીયાદો મળી છે. મુખ્ય નિર્વાચીન અધિકારીની કચેરી ખાતે કાર્યરત ક્ધટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર ચુંટણીની જાહેરાતથી આજદિન સુધીમાં કુલ 8 ફરીયાદો મળી છે. જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.