ગરવી તાકાત,સુરત:- ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે તોલમાપ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર/સિનીયર નિરીક્ષકો દ્વારા ઓક્ટોબર મહિના દરમિયાન વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ સુરત અને તાપી જિલ્લાના 44 વેપારી એકમો પાસેથી રૂા. 24,500 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે વેપારી એકમો પાસેથી ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી માટેની રૂા.25,09,564 ની સરકારી ફીની વસુલ કરવામાં આવી હતી.
ઓક્ટોબર માસમાં તપાસણી હેઠળ બે મોબાઈલ કોર્ટનું આયોજન કરી સચિન સ્ટેશન રોડ વિસ્તારમાં કુલ ૧૫ વેપારી એકમો સામે રૂપિયા 11,400 તથા તાપી જિલ્લાના ડોલવણ ગામે 22 એકમો સામે પ્રોસીકયુશન કેસ કરીને રૂ.10,600/-નો દંડ સ્થળ ઉપર જ વસુલ કરાયો હતો.