ગરવી તાકાત, અંબાજી તા. 24 – અંબાજી હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસના બે ટુકડા થઇ ગયા છે. જ્યારે બસ અકસ્માતમાં 40થી વધુને ઇજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ખાનગી બસ પલટી જતા બસના 2 ટુકડા થઇ ગયા છે. અકસ્માતમાં બાળકો, મહિલાઓ, પુરુષોને ઈજા પહોંચી છે.
અંબાજી હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં ખાનગી બસ પલટી જતા બસના 2 ટુકડા થયા છે. પથ્થર પર બસનું ટાયર ચડી ગયું હોવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનામાં 40 કરતા વધુ મુસાફરોને ઈજા પહોંચી છે.
ઇજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 108 અને પોલીસની ગાડી મારફતે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. અન્ય ઇજાગ્રસ્તોને ખાનગી કારમાં પણ દવાખાને પહોંચાડાયા છે.