યોગી આદીત્યનાથની સુરક્ષામાં ચુક થતાં 4 પોલીસકર્મી સસ્પેન્ડ, યોગીના કાર્યક્રમમાં એક શખ્સ લાયસન્સવાળી પિસ્તોલ લઈને ઘુસ્યો હતો !

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં સુરક્ષાને લઇ મોટી ચૂક જાેવા માટે મળી છે. તેમનો યુપીના બસ્તી જિલ્લામાં કાર્યક્રમ હતો ત્યારે એક લાયસન્સ ધરાવતો શખ્સ પિસ્તોલ લઈને ઓડીટોરિયમમાં ઘૂસી ગયો હતો. કાર્યક્રમમાં સુરક્ષાની ચૂક થવા બદલ ચાર પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જાેકે આ વ્યક્તિને મુખ્યમંત્રી કાર્યક્રમમાં આવે તે પહેલા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. જાેકે આ સંપૂર્ણ ઘટના 19 ઓક્ટોબરની છે.

બસ્તીના એસપી આશિષ શ્રીવાસ્તવે આ અંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોચવાના 45 મિનીટ પહેલા સર્કલ ઓફિસર રમેશ ચંદ્રની ઓડીટોરિયમમાં રહેલા લાયસન્સ ધારી પિસ્તોલ ધરાવતાં શખ્સ પર ભાળ મેળવી હતી. ત્યારબાદ તે વ્યક્તિને પકડીને કાર્યક્રમ પહેલા જ બહાર કાઢવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં હાજર રહેલા ચાર પોલીસકર્મીઓ સિવાય સાત પોલીસકર્મીઓની લાપરવાહી સામે આવી છે. જેમાંથી બે સિદ્ધાર્થનગર અને એક સંતકબીર નગરમાં તૈનાત છે. પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે, આ ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જયારે બાકીના ત્રણ પોલીસ અધિકારીઓના રિપોર્ટ તૈયાર કરી સંબધિત પોલીસ અધિક્ષકને મોકલી આપવામાં આવ્યા છે. તેઓ આ અંગે જરૂરી કાર્યવાહી કરશે.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.