ભાભર રાધનપુર હાઇવે પર કાર અને ટ્રેલરના ગમખ્વાર અકસ્માતમાં 4ના મોતથી માળી પરિવારના  માળો વિખેરાયો 

શેર કરવા અહીં ક્લિક કરો.

અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે જ 2ના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્યા

અન્ય બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં 

ગરવી તાકાત, રાધનપુર – રાજ્યમાં અકસ્માતોની વણઝાર વચ્ચે બનાસકાંઠામાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. ભાભર-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કારમાં 6થી વધુ લોકો હોવાનું અનુમાન છે. જેમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભાભર-રાધનપુર હાઈવે પર ગૌસણ ગામ પાસે અકસ્માત નડ્યો છે. જેમાં ટ્રેલરે કારને ટક્કર મારતા ઘટના સ્થળે જ 4 લોકોના મોત થયા છે, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના માળી પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 3 પુરુષ અને એક બાળકનું મોત થયું છે. આ અકસ્માતમાં 40 વર્ષીય ભીખાભાઈ માળી, 17 વર્ષીય મિતેશ માળી, 40 વર્ષીય ભીખાભાઈ માળી સહિત 4 વર્ષની બાળકીનું મોત થયું છે.

અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે જ 2ના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત એક પુરુષ અને 2 મહિલા સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતની ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.