— બનાસકાંઠામાં 226 આંગણવાડીઓ જર્જરીત :
— ભયના ઓથા હેઠળ શિક્ષણ મેળવી રહેલા નાના ભુલકાઓ માટે આંગણવાડીઓનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ :
ગરવી તાકાત પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં નાના ભૂલકાના સંસ્કારનું સિંચન કરતી આંગણવાડીઓ પૈકીની ૨૨૬ આંગણવાડી જર્જરીત હોય ગમે ત્યારે પડવાનાં ઉભી છે .જેના કારણે નાના ભૂલકાઓ પર જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે આ જર્જરીત આંગણવાડી ઓનું સમાર કામ અથવા નવીની કરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નાના ભુલાકાઓનું પાયા નું ઘડતર કરવા અને તેમના માં સંસ્કારનું સિંચન કરવા ગામે ગામ આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે . જોકે સરહદી બનાસકાંઠા જિલ્લા ના ૧૪ તાલુકાના વિવિધ ૨૭ ઘટકોમાં આશરે ૩૩૦૦ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો આવેલા છે જેમાં હાલ જિલ્લા પંચાયત આઈ.સીડી.એસ ના ચોપડે ૨૨૬ આંગણવાડી જર્જરીત બોલી રહી છે
જેમાં સૌથી વધુ વડગામના બે ઘટકમાં ૫૫ અને ડીસાના ઘટક એકમાં ૧૫ અને ઘટક ત્રણ માં ૩૩ મળી ૪૮ આંગણવાડી પડવાનાં વાંકે ઉભી છે જ્યારે વાવ, સુઇગામ,દિયોદર અને દાંતા તાલુકા માં એક પણ આંગણવાડી જર્જરીત ન હોવાનું આઈ.સી.ડી.એસ વિભાગે જણાવ્યું હતું જોકે જિલ્લા ની ૨૨૬ જર્જરીત આંગણવાડીમાં હાલ ભૂલકાઓ નું ઘડતર કરાય રહ્યું છે ત્યારે પડવાનાં વાંકે ઉભેલી આંગણવાડી ઓ ેનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર