— મહેસાણાના ઉચરપી રોડનો બનાવ
— એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ થતાં 4 સામે ગુનો: ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં આવેલા ઉચરપી રોડ પર ગાડીની સાઈડ આપવાના મામલે સર્જાયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. સર્જાયેલા ધિંગાણામાં ધારીયા અને છરી જેવા હથિયાર ઉછળચાં ચાર શખ્સોને ઈજા થી હતી. જેઓને સારવાર માટે સિવીલમાં ખસેડાયા હતા. આ અંગે એ ડિવીજન પોલીસ મથકે નોંધાયેલા સામસામે ફરીયાદના આધારે પોલીસે બન્ને પક્ષના ચાર વ્યકિત સામે ગુનો દાખલ કર્યો હતો.
મહેસાણા હાઈવે પર ફતેપુરા સર્કલ નજીક કેમીકલનો વેપાર કરતાં જયંતીભાઈ બબાભાઈ ચૌધરી તેમના મિત્ર હિતેન બાબુભાઈ ચૌધરીને તેમના ઉચરપી ઘરે મુકવા ગાડી લઈને ગયા હતા. ત્યાંથી તેઓ રાત્રીના સુમારે પરત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે માર્ગમાં શ્રીજી શરણમ ફલેટ નજીક રોડ પર આવેલી રીક્ષાને કારણે તેઓને અચાનક બ્રેક મારવી પડી હતી. આ મુદ્દે થયેલી તકરાર ઉગ્ર બની જતાં ધારીયા અને છરી જેવા હથિયારો સાથે બન્ને પક્ષે ધિંગાણું થયું હતું.
જેમાં ચાર વ્યકિતઓને ઈજા થતાં તેઓને સારવાર માટે મહેસાણા સિવીલમાં લઈ જવાયા હતા. આ ઘટના અંગે એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે હિંમત ચેહરસિંહ સોલંકી, વિષ્ણુ ચંપુભા વાધેલા, હિતેન ચૌધરી અને જયંતી ચૌધરી વિરૃધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા