ગરવી તાકાત,કડી
કડીના ચર્ચીત દારૃ કાંડના ના આરોપી પી.આઈ. ઓ.એમ. દેસાઈ નેકોર્ટ દ્વારા વધુ 4 દિવસના રીમાન્ડ મંજરુ કર્યા છે. આ કેસ ના આરોપીઓ ઉપર લોકડાઉન દરમ્યાન રેડ માં પકડાયેલા દારૂને સગેવગે કરવાના લાગ્યા હતા.
આ પણ વાંચો – લો બોલો.પોલીસ ઉપર જ દારૂને સગે-વગે કરવાનો આરોપ, 9 પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ
જે કેસમાં કડીના પીઆઈ દેસાઈ અને બે પી.એસ.આઈ. સહિત 9 પોલીસવાળા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દારૂને સગેવગે કરવા બાબતની હકીકતો સામે આવતા નાસતા ફરતા આરોપી પી.આઈ. એ આ કેસની તપાસ કરી રહેલ ડી.વાઈ.એસ.પી. એમ.જી. સોલંકી સામે હાજર થઈ ગયા હતા. ત્યાર બાદ તેમની ધરપકડ કરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમા તેમને કોર્ડ દ્વારા ત્રણ દીવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આ રીમાન્ડનો સમય પુર્ણ થઈ જતા આ કેસની તપાસ કરતી ટીમે તેમને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ફરીથી બીજા ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
આ કેસના આરોપી પોલીસ કર્મચારી માં કોન્સ્ટેબલ હીતેશ પટેલ, જીઆરડી. ચીરાગ પ્રજાપતીની ધરપકડ શરૂઆતી તપાસમાં જ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીની તપાસ દરમીયાન બહાર આવ્યુ હતુ કે રેડ કરેલ દારૂને ક્યાં સંતાડવામાં આવ્યો હતો.