મહેસાણા જિલ્લાના સતલાસણામાં ફાયનાન્સ કંપનીના કર્મચારીએ 4.47 લાખની ઉચાપત કરી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના સતલાસણામાં કાર્યરત 1 ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા કર્મચારીએ તેની ફરજ દરમિયાન 48 ગ્રાહકોના પ્રિમીયમ અને કેશ કાઉન્ટર સહિતના રૂ.4.47 લાખની રકમની ઉચાપત કરીને છેતરપીંડી આચરી હોવાનું ખુલવા પામ્યું. આ અંગે બ્રાન્ચ મેનેજરે નોંધાવેલ ફરીયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આરંભી.

સતલાસણામાં આવેલી ભારત ફાયનાન્સ લીમિટેડ કંપનીને હકિકત મળી કે, બ્રાન્ચમાં નોકરી કરતા મુકેશ પર્વતભાઈ નેવીડેરી રહે,વજાવચ,તા.બાયડવાળાએ છેલ્લા 2 મહિનાના સમયગાળામાં તેની ફરજ દરમિયાન કેટલાક ગ્રાહકોની રીકરીંગ જિપોઝીટ, પ્રિક્લોઝ અને વિડ્રોઅલનની એકઠા થયેલા પૈસા બેંકના ખાતામાં જમા કરાવ્યા નથી.

વળી લોનધારકોની ડાયરીમાં રકમ જમા લીધા બાદ અમુક અમુકને સહી કરી આપી છે.જેના આધારે બ્રાન્ચ મેનેજર દ્વારા આ સંદર્ભે તપાસ કરવામાં આવતાં તેણે ૪૮ જેટલા ગ્રાહકોના પ્રિમીયમ અને લોનના હપ્તા પેટે  ગ્રાહકો અને ફિલ્ડ ઓફિસર પાસેથી ઉઘરાવેલ તેમજ કેશ કાઉન્ટરની રકમ મળી કુલ રૂ.4.47 લાખ બેંકના ખાતામાં જમા નહીં કરાવી પોતાના અંગત કામમાં ઉપયોગમાં લઈ ઉચાપત કરી હોવાની ચોંકાવનારી હકિકત સામે આવી. જેના આધારે બ્રાન્ચ મેનેજર કિશન સોલંકીએ સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.